અમદાવાદ: શેર માર્કેટમાં એક મોટો રેકોર્ડ શુક્રવારે નોંધાયો હતો પહેલી વખત સેસેક્સે એક મોટી સપાટી ક્રોસ કરી નાંખી હતી. આ પહેલા ઓલ ટાઈમ હાઈ સપાટી 64050 પર સ્થિર રહી ગઈ હતી. એ પછી આ અંકમાં મોટા ફેરફાર થતા ફરી એકવખત મોટો રોકોર્ડ બ્રેક થયો છે. શુક્રવારે દિવસની શરૂઆત થતા જ સેસેંક્સમાં 428 પોઈન્ટો સીધો ઉછાળો જોવા મળ્યો હતો. એ પછી સપાટી 64343 પર સ્થિર રહી હતી.
નિફ્ટીનો પણ રેકોર્ડઃ જ્યારે નિફ્ટીમાં 116 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યા બાદ 19088 પર પોઈન્ટ સ્થિર થયા હતા. નિફ્ટી મેટલને બાદ કરતા તમામ સેક્ટોલ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. બેંક, ઓટો ફાયનાન્સિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, પીએયુ બેંક, પ્રાવેટ બેંક તમામ સેક્ટના શેર ગ્રીન સિગ્નલ સાથે ઓપન થયા હતા. આ વર્ષના શરૂઆતથી જ માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી રહી છે.
ઈતિહાસ પર નજરઃ 2 જાન્યુઆરીના રોજ 61167 પર સેસેંક્સ રહ્યો હતો. જે પછી તારીખ 30 જૂનના રોજ 64414 પર રહ્યો હતો. આ વર્ષમાં અત્યાર સુધીની કુલ સ્થિતિમાં 5.29 ટકાથી પણ વધારે 3246 પોઈન્ટનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટ એક્સપર્ટ ત્યાં સુધી કહે છે હવે આવનારા દિવસોમાં તેજી યથાવત રહેશે. વર્ષ 1986થી અત્યાર સુધીમાં 11380 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. તારીખ 3 જાન્યુઆરી 1986ના રોજ 561.01 સપાટી સધી આંક રહ્યો હતો.
તેજી પાછળના કારણોઃ પહેલુ કારણ એ છે કે, ભારતના આર્થિક વૃદ્ધિદરમાં તેજી જોવા મળી રહી છે. માર્ચ મહિનો પૂરો થતા ત્રિમાસિક ગાળાના હિસાબમાં જીડીપી, મોંઘવારી અને જીએસટીમાં સારા એવા આંક સામે આવેલા છે. એટલે ફંડ સારૂ એકઠું થયું છે. દેશનું આંતરમાળખું અને ઉત્પાદન ક્ષેત્ર મજબુત બની રહ્યું છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા નવ મહિનામાં રેકોર્ડબ્રેક કહી શકાય એટલું રોકાણ કર્યું છે. માર્કેટમાં સ્મોલ અને મીડ કેપ કંપનીઓનું જોર વધ્યું છે. અમેરિકી ફેડરલ બેંકે વ્યાજદર સ્થિર રાખ્યા છે.