મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 170 અને 48 પોઇન્ટ વધીને ખુલ્યા હતા. શરુઆતના કારોબાર બાદ બજાર સતત ગગડતું રહ્યું હતું. જોકે યુરોપીય માર્કેટ ખુલ્યા બાદ રિકવરીનું વલણ દાખવી શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 72,026 અને 21,711 ના મથાળે બંધ રહ્યા હતા.
BSE Sensex : આજે 5 જાન્યુઆરી શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 71,847 બંધની સામે 170 પોઇન્ટ વધીને 72,017 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં 72,156 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex અચાનક ગગડવા લાગ્યો અને 71,780 સુધી ડાઉન ગયો હતો. જોકે, યુરોપીય માર્કેટના ખુલતાની સાથે ભારતીય બજાર પર સીધી અસર થઈ હોય તેમ સતત મજબૂત વલણ રહ્યું હતું. લગભગ 244 પોઈન્ટની રિકવરી નોંધાવીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex 178 પોઈન્ટ વધીને 72,026 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.25 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 52 પોઈન્ટ (0.24%) વધીને 21,711 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 48 પોઈન્ટના સુધારા સાથે 21,706 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 21,630 પોઈન્ટ સુધી ડાઉન અને 21,750 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટીસીએસ (1.93%), લાર્સન (1.62%), ઇન્ફોસિસ (1.37%), એક્સિસ બેંક (1.16%) અને HCL ટેકનો (1.13%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં નેસ્લે (-1.65%), JSW સ્ટીલ (-1.06%), કોટક મહિન્દ્રા (-0.83%), સન ફાર્મા (-0.78%) અને એશિયન પેઇન્ટ્સ (-0.71%)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1126 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1030 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં બજાજ ફાયનાન્સ, રિલાયન્સ, HDFC બેંક અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.