ETV Bharat / bharat

Stock Market Closing Bell : સતત બીજા દિવસે શેરમાર્કેટમાં કડાકો, BSE Sensex 202 પોઈન્ટ તૂટ્યો

અઠવાડિયાની શરુઆતથી શેરમાર્કેટમાં મંદીનો માહોલ છે. ત્યારે આજે સપ્તાહના અંતે બજાર ડાઉન ખુલ્યા બાદ સતત બીજા દિવસે શેરમાર્કેટના બંને મુખ્ય ઈન્ડેક્સ ભારે ઘટ સાથે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે લગભગ 202 અને 55 પોઈન્ટ તૂટ્યા હતા.

સતત બીજા દિવસે શેરમાર્કેટમાં કડાકો
સતત બીજા દિવસે શેરમાર્કેટમાં કડાકો
author img

By

Published : Aug 18, 2023, 4:20 PM IST

મુંબઈ : આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડ્યું છે. સવારે નબળી શરુઆત બાદ મંદીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex લગભગ 202 પોઈન્ટ તૂટીને બંધ થયો હતો. જ્યારે NSE Nifty પણ 55 પોઈન્ટ ઘટીને 19,310 ના મથાળે બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિશ્વના તમામ બજારોની આજે આવી જ સ્થિતિ રહી છે. એશિયાઈ માર્કેટ સહિત યુરોપીય અને યુએસ માર્કેટમાં પણ રોકાણકારોનું ધોવાણ થયું હતું.

BSE Sensex : આજે 18 જુલાઈ શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 65,151 બંદની સામે 65,025 ના મથાળે લગભગ 125 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. આજે સવારની નબળી શરુઆત બાદ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 202 પોઈન્ટ (0.31 %) ઘટીને 64,948 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતથી નબળું વલણ જાળવી રાખતા BSE Sensex 64,754 ડાઉન ગયો હતો. જ્યારે બપોર બાદ થોડો સમય લેવાલી નિકળતા 65,175 ની ડે હાઈ બનાવી હતી.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 55 પોઈન્ટ (0.28 %) ઘટીને 19,310 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 64 પોઈન્ટ ડાઉન 19,301 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતથી બારે વેચવાલીના પગલે NSE Nifty ડાઉન 19,253 સુધી જ ગયો હતો. યુરોપીય માર્કેટના ખુલતાની સાથે થોડી રિકવરી સાથે 19,373 ની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,365 પર બંધ થયો હતો.

ખાદ્ય ફુગાવો અને યુએસ બોન્ડ યીલ્ડ વધવાની ચિંતાને કારણે આ સપ્તાહે બજાર દબાણ હેઠળ હતું. 30 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ એપ્રિલ 2011 પછીના ઉચ્ચતમ સ્તરે છે અને ઇક્વિટી બજારોમાં વેચવાલીનું કારણ બની રહી છે. FII ફંડ આઉટફ્લો, ચીનની મંદી અને યુએસ ફેડની હોકિશ ટિપ્પણી વચ્ચે રોકાણકારો નફો બુક કરી રહ્યા છે. આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી સેક્ટર આવતા સપ્તાહે નબળા રહેવાની ધારણા છે. જ્યારે બેન્ક અને ફાર્મા બજારને થોડો ટેકો આપવાનો પ્રયાસ કરી શકે છે. -- દિનેશ ઠક્કર (CMD, ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ)

વૈશ્વિક બજારોમાં મંદી઼ : અમેરિકાના ડાઉ જોન્સ અને નેસ્ડેક સતત ઘટીને આવ્યા હતા. જેને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ જ ખુલ્યા હતા. તેમજ સપ્તાહનો છેલ્લો દિવસ હોવાથી નવું બાઈંગ આવ્યું ન હતું. આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી જ રહ્યું હતું. અમેરિકાએ ફેડ રેટમાં વધારો કર્યા પછી ટેકનિકલ જોવા જઈએ તો અમેરિકા, એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં બેરિશ ઝોન ચાલી રહ્યો છે. આથી ત્યાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવી જાય છે.

લોકલ માર્કેટનો ટેકો : ભારતીય શેરબજારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં એફઆઈઆઈ સતત વેચવાલી રહી છે. તેની સાથે તેજીવાળા ઓપરેટરોએ પણ નફારૂપી વેચવાલી કાઢી છે. આથી સેન્સેક્સ અને નિફટી ઊંચા મથાળેથી પાછા પડી રહ્યા છે. જો કે નીચા મથાળે સ્થાનિક નાણાં સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોએ ટેકારૂપી લેવાલી કાઢી હતી. જેથી કારણે માર્કેટ વધુ તૂટતું અટક્યું હતું. ટેકનિકલી જોઈએ તો સેન્સેક્સમાં 65,050 અને નિફટીમાં 19,325નું લેવલ અતિ મહત્વના બની રહેશે. આ લેવલ નીચે માર્કેટ સતત બંધ આવશે તો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ ચાલુ રહેશે.

ટોપ ગેઈનર શેર : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં મારુતિ સુઝુકી (0.98 %), રિલાયન્સ (0.75 %), નેસ્ટલે (0.67 %), એક્સિસ બેંક (0.67 %) અને એચયુએલનો (0.53 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં ટીસીએસ (-2.14 %), ટેક મહિન્દ્રા (-1.80 %), ઇન્ફોસીસ (-1.59 %), સન ફાર્મા (-1.35 %) અને વિપ્રોનો (-1.35 %) સમાવેશ થાય છે.

નેગેટિવ ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 780 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1257 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ટીસીએસ, HDFC બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસીસના સ્ટોક રહ્યા હતા.

  1. 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે LTC સંબંધિત ત્રણ નવા નિયમો લાગુ કર્યા
  2. PM Vishwakarma Yojana : 'PM વિશ્વકર્મા' યોજનાને એલાનના 24 કલાકની અંદર જ સરકારે મંજૂરી આપી દીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.