ETV Bharat / bharat

શહેનશાહ અકબરના સમયમાં બંધાયેલુું અજમેરનું સ્ટેટ મ્યૂઝિયમ, જ્યાંથી શરુ થઈ બ્રિટિશરોની ગુલામી - શહેનશાહ જહાંગીર

15 ઑગસ્ટ 1947ના ભારત ગુલામીની સાંકળો તોડીને એક આઝાદ દેશ બન્યો હતો. જ્યારે દેશમાં ગુલામીનો પહેલો અધ્યાય અજમેરથી જ શરૂ થયો હતો. અજમેરનો કિલ્લો જહાંગીર અને સર થૉમસ રૉએ સમજૂતીની સાક્ષી પૂરે છે, જેણે ભારતનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો છે. ત્યારે દેશમાં મુઘલ સામ્રાજ્યનું પતન થયું અને અંગ્રેજોનું રાજ સ્થપાયું હતું.

શહેનશાહ અકબરના સમયમાં બંધાયેલુું અજમેરનું સ્ટેટ મ્યૂઝિયમ, જ્યાંથી શરુ થઈ બ્રિટિશરોની ગુલામી

author img

By

Published : Aug 28, 2021, 6:41 AM IST

  • અજમેર શહેરની મધ્યમાં સ્થિત છે મ્યૂઝિયમ
  • શહેનશાહ અકબરના સમયમાં બંધાઈ હતી ઇમારત
  • આ જ સ્થળે અંગ્રેજો સાથે થયો હતો પ્રથમ વ્યાપાર કરા

અજમેર: શહેરના મધ્યમાં આવેલા અજમેર કિલ્લાને અકબરના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. હવે અહીં રાજકીય સંગ્રહાલય છે. ભારતમાં અંગ્રેજોની ગુલામીનો પહેલો અધ્યાય અજમેર કિલ્લાથી જ શરૂ થયો હતો. વર્ષ 1616માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના નિર્દેશ પર થૉમસ રૉએ આ કિલ્લામાં મુઘલ સમ્રાટ જહાંગીર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ વ્યાપારી કરારની પરવાનગી લેવાનો હતો.

શહેનશાહ અકબરના સમયમાં બંધાયેલુું અજમેરનું સ્ટેટ મ્યૂઝિયમ, જ્યાંથી શરુ થઈ બ્રિટિશરોની ગુલામી

જહાંગીરની વેપાર પ્રસ્તાવ પર સંમતિ

ઈસ્ટ ઇન્ડિયા કંપની સૂરત અને ભારતના બીજા વિસ્તારોમાં કારખાનાં લગાવવા માટે વિશેષ અધિકાર ઇચ્છતી હતી અનેક બેઠકો બાદ જહાંગીરે પ્રસ્તાવ પર સંમતિ દર્શાવી બાદમાં ધીરેધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા દેશમાં પોતાની જાળ ફેલાવી અને દેશમાં અંગ્રેજોની હકૂમત સ્થપાઈ હતી.

  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફેલાવાના પગરણ મંડાયા
  • ભારતના બીજા વિસ્તારોમાં કારખાનાં સ્થાપવા મંજૂરી અહીં અપાઈ
  • ભારતનો ઇતિહાસ બદલનાર ઘટનામાં નિમિત્ત છે આ સ્થળ

પૃથ્વીરાજ ચૌહાણની નગરી અજમેરમાં ચૌહાણ વંશ બાદ રાજપૂત, મુઘલ, મરાઠા અને અંગ્રેજોની હકૂમત હતી. આ કિલ્લો પણ અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. અકબરે આ કિલ્લાથી હલ્દીઘાટીના યુદ્ધનું મોનિટરિંગ કર્યું હતું અને માનસિંહને યુદ્ધ માટે મોકલ્યાં હતાં.

ક્રાતિકારીઓના આકર્ષણનું કેન્દ્ર

અજમેર ઉત્તર ભારતમાં ક્રાંતિકારીઓ માટે મોટું કેન્દ્ર પણ રહ્યું છે. અહીં મહાત્મા ગાંધી, અર્જુન લાલ સેઠ્ઠી, ચંદ્રશેખર આઝાદ જેવા મહાન દેશભક્તો પણ આવ્યાં હતા. અહીંથી અનેક ઘણી મહત્વની ઘટનાઓ પણ ઉદ્ભવી હતી. અજમેરનો આ કિલ્લો દેશને આઝાદી મળ્યાં બાદ સ્વતંત્ર ભારતના જશ્નનો સાક્ષી પણ બન્યો હતો. 14 ઑગષ્ટ 1947ના રાત્રે 12 વાગ્યે આઝાદી મળ્યાની જાહેરાત થઈ, ત્યારે તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ જીતમલ લુણિયાએ સેંકડો લોકોની ઉપસ્થિતિમાં આ કિલ્લા પર લાગેલા બ્રિટિશ રાજના ઝંડાને ઉતારીને પોતાના દેશનો તિરંગો ફરકાવીને ઉજવણી કરી હતી.

  • ચૌહાણ વંશ બાદ કોની રહી હકૂમત
  • અનેક એતિહાસિક ઘટનાઓનો સાક્ષી
  • હલ્દીઘાટી યુદ્ધનું મહત્ત્વનું સ્થળ

રાજસ્થાન મધ્યમાં હોવાથી અજમેરનું ઘણું મહત્વ રહ્યું છે. અહીંથી સંપૂર્ણ રાજપૂતોનું નિયંત્રણ સરળ રહ્યુંહતું. આ જ કારણ હતુ કે અજમેર ન ફક્ત મુઘલોનું રહ્યું તો અંગ્રેજોની પણ પહેલી પસંદ બન્યું હતું. અંગ્રેજોની ગુલામીનો પહેલો અધ્યાય પણ અહીંથી જ શરૂ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.