ETV Bharat / bharat

Startup registration in Gujarat : ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160 ટકાનો ઉછાળો - Minister of Commerce and Industry Som Prakash

ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણી બાબતે રાજ્યસભામાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં અગત્યની જાણકારી સામે આવી હતી. સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160 ટકાનો વધારો જોવા મળ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન સોમ પ્રકાશ દ્વારા સત્તાવાર માહિતી અપાઇ હતી.

Startup registration in Gujarat : ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160 ટકાનો ઉછાળો

author img

By

Published : Mar 24, 2023, 8:27 PM IST

નવી દિલ્હી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160 ટકાનો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી. જે સંખ્યા વર્ષ 2022માં 2,276 કંપનીઓ સુધી પહોંચી હતી.

પરિમલ નથવાણીએ પૂછ્યો પ્રશ્ન : આ માહિતી મુજબ સ્ટાર્ટઅપ માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા કુલ 26,542 છે. રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 14,498 થી વધીને 83 ટકાના વધારા સાથે 2022માં 26,542 થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન સોમ પ્રકાશે રાજ્યસભામાં 24 માર્ચ, 2023ના રોજ સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચો National Highway: રાજ્યમાં ગયા વર્ષે 3 હજાર કરોડના હાઈવેના પ્રોજેક્ટ થયા મંજૂર, કેન્દ્રિય પ્રધાને આપી માહિતી

28 ફેબ્રુઆરી 2023 સુધીના આંકડા : 28 ફેબ્રુુઆરી 2023 સુધી 592 કંપનીઓને સ્ટાર્ટઅપની માન્યતા આપવામાં આવી હતી. ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 873, 2021 માં 1,703 અને 2022માં 2,276 હતી. જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને 28 ફેબ્રુઆરી 2023 સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. એટલે કે સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા 5,444 કંપનીઓ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્તરે, DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે.

આઈટી સર્વિસીઝમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ : 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ થઈ ત્યારથી ડીપીઆઈઆઈટીએ 28મી ફેબ્રુઆરી 2023 સુધીમાં 92,683 એકમોને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં (2020, 2021 અને 2022) અને વર્તમાન વર્ષમાં (28મી ફેબ્રુઆરી 2023ના રોજ) કુલ 67,222 કંપનીઓને DPIIT દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન સોમ પ્રકાશના સત્તાવાર નિવેદન અનુસાર. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સેક્ટર મુજબ IT સર્વિસમાં સૌથી વધુ 7,587 સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે, ત્યારબાદના ક્રમે 6,459 સાથે હેલ્થકેર અને લાઇફસાયન્સ અને 4,164 સ્ટાર્ટઅપ્સ નોંધણી સાથે શિક્ષણ આવે છે.

આ પણ વાંચો Organ Donation in Gujarat : ગુજરાતમાં અંગદાનના આંકડા વિશે સાંસદ પરિમલ નથવાણીનો પ્રશ્ન, કઇ વયમર્યાદા દૂર થઇ જાણવા મળ્યું

ઈકોસિસ્ટમના વિકાસ માટેના પ્રયાસ : સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ સરકાર દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ફ્લેગશિપ સ્કીમ્સ જેમ કે, ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS), સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS) અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) સ્ટાર્ટઅપ્સને તેમની બિઝનેસ સાઇકલના વિવિધ તબક્કામાં સપોર્ટ કરીને એક એવા સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે જ્યાં તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ અથવા વેન્ચર કેપિટાલિસ્ટ્સ પાસેથી ભંડોળ ઊભું કરી શકે અથવા કમર્શિયલ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સક્ષમ બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.