ETV Bharat / bharat

હૈદરાબાદ GHMC ચૂંટણીમાં 74.44 લાખ મતદાતાએ મતદાન કર્યું - નેશનલસમાચાર

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે (મંગળવાર)ના રોજ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. આ વખતે મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ 150 વોર્ડ માટે 1,122 ઉમેદવારો મેદાનમાં છે. હૈદરાબાદના 74,44,260 મતદારોએ મતદાન કર્યું હતું.

GHMC ચૂંટણી
GHMC ચૂંટણી
author img

By

Published : Dec 1, 2020, 7:25 AM IST

Updated : Dec 1, 2020, 8:41 PM IST

  • તેલંગાણામાં કોર્પોરેશનની ચૂંટણી માટે આજે મતદાન થયું
  • ભાજપે જીતવા માટે મોટા મોટા નેતાઓને ઊતાર્યા હતા મેદાને
  • કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી 4 ડિસેમ્બરે થવાની છે
  • 150 વોર્ડ માટે 74.44 લાખ મતદાતાઓ છે

હૈદરાબાદ: તેંલગણાની રાજધાની હૈદરાબાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે (મંગળવાર)ના રોજ સવારે 7 કલાકથી મતદાન શરૂ થયું હતું. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ GHMC (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. સવારે 7 કલાકથી રાત્રે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું.

હૈદરાબાદના મેયર ભાજપના જ બનશે

હૈદરાબાદ પર રાજ કરવા માટે આ વખતે રાજનીતિક દળોએ જોર-શોરથી પ્રચાર કર્યો છે. સત્તારુઢ પાર્ટી ટીઆરએસ, ભાજપ, એઆઈએમઆઈએમ, કોંગ્રેસ સહિત અન્ય દળોએ ચૂંટણીના પ્રચાર માટે મતદાતાઓને લોભાવવાન પ્રયાસ કર્યો હતો. આ માટે GHMC ચૂંટણીમાં મોટો મુકાબલો થશે. ભાજપે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતુ.ચૂંટણી પ્રચારમાં ભાજપના ટોર્ચના નેતાઓએ ભાગ લીધો હતો અને જીતનો દાવો કર્યો હતો કે, આ વખતે હૈદરાબાદના મેયર ભાજપના જ બનશે.

બેલેટ પેપરથી થયું હતું મતદાન

GHMC (Greater Hyderabad Municipal Corporation) ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 150 વોર્ડ માટે 74,44,260 મતદાતાઓ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. GHMCની ચૂંટણીની મતગણતરી 4 ડિસેમ્બરે યોજાશે.

કોરોના અને ઠંડી વચ્ચે પણ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું

તેલંગાણાના ગૃહ પ્રધાન મો.મહેમૂદ અલીએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ, તેલંગાણાના પ્રધાન અને ટીઆરએસ નેતા કે.ટી. રામારાવે પણ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં વિધાનસભા અને સંસદીય ચૂંટણીની જેમ જ પ્રચાર કરવામાં આવ્યો હતો. આ વખતે 1100થી વધારે ઉમેદવારો મેદાને છે, જે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હૈદરાબાદમાં મતદાનની વાત કરવામાં આવે તો સવારે 9 વાગ્યા સુધીમાં 3.91 ટકા, 11 વાગ્યા સુધીમાં 8.9 ટકા મતદાન થયું હતું, જ્યારે 1 વાગ્યે 18.2 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, આટલી ઠંડી અને કોરોના વચ્ચે પણ લોકો પોતાના ઘરેથી મતદાન કરવા નીકળી રહ્યા છે.

ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે

ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી આ વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની અને ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી પણ પ્રચાર માટે મેદાને આવ્યા હતા. ભાજપે મતદાતાઓથી પારદર્શી શાસન માટે તેમના પક્ષને મત આપવાની અપીલ કરી હતી. તો બીજી તરફ ટીઆરએસે પણ તેમના ઘણા પ્રધાનો અને ધારાસભ્યોને મેદાને ઊતારી દીધા છે. જો કે, પ્રચાર દરમિયાન ભાજપ તેલંગાણાના અધ્યક્ષ ત્યારે વિવાદમાં ફસાયા હતા કે જ્યારે તેમણે કહ્યું, મેયર પદ જીત્યા બાદ તેમની પાર્ટી જૂના શહેર પર સર્જિકલ સ્ટ્રાઈક કરશે અને રોહિંગ્યાઓ અને પાકિસ્તાનીઓને દેશમાંથી ભગાડી મૂકશે.

Last Updated : Dec 1, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.