ETV Bharat / bharat

શ્રીનગર-શારજાહ ફ્લાઈટ: પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી ન આપતા ગુજરાત થઈને ગઈ - શ્રીનગર-શારજાહ ફ્લાઈટ

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીર યાત્રા દરમિયાન શ્રીનગરથી શારજાહની ડાયરેક્ટ ફ્લાઈટની ઘોષણા કરી હતી. જ્યારબાદ બુધવારના રોજ એક એરલાઈન દ્વારા પાકિસ્તાન પાસેથી તેમના હવાઈક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માગવામાં આવતા મંજૂર કરાઈ ન હતી. જેના કારણે ફ્લાઈટે લાંબો રસ્તો પસંદ કરીને ગુજરાત થઈને શારજાહ જવું પડ્યું હતું.

srinagar sharjah flight
srinagar sharjah flight
author img

By

Published : Nov 5, 2021, 7:00 AM IST

ન્યૂઝ ડેસ્ક: પાકિસ્તાને બુધવારના રોજ જણાવ્યું કે, તેમણે એક ભારતીય એરલાઈનને કાશ્મીરથી યુનાઈટેડ આરબ એમિરાટ્સ (UAE) માટેની ફ્લાઈટ્સના પરિચાલન માટે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા આસીમ ઈફ્તિખાર અહમદે ગત બુધવારે કાર્યાલયના સાપ્તાહિક બ્રીફિંગમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી.

ભારતીય અધિકારીઓ પ્રમાણે, પાકિસ્તાને મંગળવારના રોજ ગો-ફર્સ્ટ એરલાઈનની શ્રીનગર-શારજાહ ફ્લાઈટ ને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી આપી ન હતી. જેના કારણે તેમને લાંબા હવાઈમાર્ગનો વિકલ્પ પસંદ કરવો પડ્યો હતો. આ ફ્લાઈટ ત્યારબાદ ગુજરાત થઈને UAE પહોંચી હતી.

હવે, પાકિસ્તાન તરફથી શ્રીનગર-શારજાહની ફ્લાઈટ્સ માટે એરલાઈન્સને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપતા આ રૂટની તમામ ફ્લાઈટ્સ હવે ગુજરાત થઈને જાય તેની શક્યતા નકારી શકાય તેમ નથી. ફ્લાઈટ્સનો રૂટ બદલાવાને કારણે સમયમાં પણ વધારો થશે.

આ પણ વાંચો: PM મોદીએ રાજૌરીમાં જવાનો સાથે ઉજવી દિવાળી

આ પણ વાંચો: શ્રીનગરમાં બોલ્યા શાહ, કાશ્મીરના યુવાનોને 70 વર્ષ સુધી રાખવામાં આવ્યા અધિકારોથી વંચિત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.