- જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર
- એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી ઠાર
- સેના દ્વારા અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર મરાયા
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયુ છે. આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકી માર્યો ગયો છે. સેના દ્વારા અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર ચાલુ છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, એક પાકિસ્તાની આતંકવાદી અને ટોચના લશ્કર-એ-તૈયબા કમાન્ડર અબરાર અને અન્ય આતંકવાદી શ્રીનગર (Srinagar Encounter)ના મલુરા પરમિપોરામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાના અહેવાલ છે.
આતંકી નદીમ અબરાર ઘણી આતંકી પ્રવૃત્તિઓમાં હતો વોન્ટેડ
આ પહેલા રાજ્ય પોલીસે શ્રીનગરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડરની ધરપકડ કરી હતી. IG વિજય કુમારે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આતંકી નદીમ અબરાર ઘણી આતંકી પ્રવૃત્તિઓમાં વોન્ટેડ હતો.
તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અગાઉ પણ આતંકવાદીઓએ એક સ્પેશિયલ પોલીસ અધિકારી (SPO), તેની પત્ની અને પુત્રીની ગોળી મારી હત્યા કરી હતી.
SPO સહિત તેની પત્ની અને પુત્રીનુ પણ મોત
હરિપરિગામના SPO ફૈઝ અહેમદના ઘરે પ્રવેશ કર્યો અને પરિવાર પર ગોળીબી કરી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહેલા SPOએ જીવ ગુમાવ્યો બાદમાં તેની પત્ની રઝા બેગમ અને પુત્રી રફિયાનું પણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ
સજાગ સેનાના જવાનોએ જમ્મુમાં સૈન્ય મથક પર હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ કર્યુ
બીજા કિસ્સામાં, સજાગ સેનાના જવાનોએ જમ્મુમાં સૈન્ય મથક પર હુમલો કરવાનું નવું કાવતરું નિષ્ફળ કર્યુ હતુ. તે જ સમયે એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલાની પ્રારંભિક તપાસમાં આરડીએક્સ સહિતના વિસ્ફોટક રસાયણોનો ઉપયોગ થવાની સંભાવના છે, જે દેશમાં આ પ્રકારનો પહેલો આતંકી હુમલો છે.