નવી દિલ્હી: કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને રેસલિંગ બોડી અને તેના ટોચના અધિકારીઓ સામે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો સહિતના ગંભીર આરોપો અંગે આગામી 72 કલાકમાં ખુલાસો મોકલવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું, "જો WFI આગામી 72 કલાકમાં જવાબ આપવામાં નિષ્ફળ જશે, તો મંત્રાલય રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતા, 2011 ની જોગવાઈઓના સંદર્ભમાં ફેડરેશન સામે કાર્યવાહી શરૂ કરવા માટે આગળ વધશે."
-
अभी जंतर मंतर जाकर देश की चैंपियन #Wrestlers से मिली। उन्होंने हमारे तिरंगे की शान बढ़ाई है। बड़े दुख की बात है कि उन्हें आज इस कड़ाके की सर्दी में सड़क पर बैठना पड़ रहा है। हम मज़बूती से उनके साथ खड़े हैं और उन्हें न्याय दिलाएँगे। pic.twitter.com/XAPYOu8qLN
— Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">अभी जंतर मंतर जाकर देश की चैंपियन #Wrestlers से मिली। उन्होंने हमारे तिरंगे की शान बढ़ाई है। बड़े दुख की बात है कि उन्हें आज इस कड़ाके की सर्दी में सड़क पर बैठना पड़ रहा है। हम मज़बूती से उनके साथ खड़े हैं और उन्हें न्याय दिलाएँगे। pic.twitter.com/XAPYOu8qLN
— Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023अभी जंतर मंतर जाकर देश की चैंपियन #Wrestlers से मिली। उन्होंने हमारे तिरंगे की शान बढ़ाई है। बड़े दुख की बात है कि उन्हें आज इस कड़ाके की सर्दी में सड़क पर बैठना पड़ रहा है। हम मज़बूती से उनके साथ खड़े हैं और उन्हें न्याय दिलाएँगे। pic.twitter.com/XAPYOu8qLN
— Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023
આ પણ વાંચો SWATI MALIWAL: સ્વાતિ માલીવાલને કાર ચાલકે 15 મીટર સુધી ઢસડી, આરોપીની ધરપકડ
સ્વાતિ માલીવાલ પહોંચ્યા સમર્થનમાં: દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલ WFI ચીફ દ્વારા કથિત જાતીય સતામણી સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે એકતા વ્યક્ત કરતા જંતર-મંતર ગયા હતા. "મને આઘાત લાગ્યો છે. ભારતને મહાન ઉંચાઈ પર લઈ જનાર મહિલાઓ ન્યાયની માંગણી કરવા જંતર-મંતરમાં એકત્ર થઈ છે, હમણાં જ જંતર-મંતર ગયા અને દેશના ચેમ્પિયનને મળ્યા. તેઓએ ત્રિરંગાનો મહિમા વધાર્યો છે. તે ખૂબ જ દુઃખદ છે કે આજે આ સખત શિયાળામાં તેમને રસ્તા પર બેસવું પડ્યું છે. અમે તેમની સાથે મક્કમતાથી ઉભા છીએ અને તેમને ન્યાય અપાવીશું." સ્વાતિએ હિન્દીમાં ટ્વીટ કરીને મીટિંગનો એક વીડિયો શેર કર્યો છે.
'મહિલા રાષ્ટ્રીય કુસ્તી કોચિંગ કેમ્પ જે 41 કુસ્તીબાજો અને 13 કોચ અને સહાયક સ્ટાફ સાથે 18 જાન્યુઆરી 2023થી લખનૌમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)માં શરૂ થવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે.': SAI અધિકારીઓ
જાતીય શોષણના આરોપોને રદિયો: ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ ચરણ સિંહ જે કુસ્તીબાજોના વિરોધ વચ્ચે નવી દિલ્હી ગયા હતા અને તેમની સામેના જાતીય શોષણના આરોપોને રદિયો આપ્યો હતો. જાતીય સતામણીના તમામ આરોપો ખોટા છે અને જો તે સાચા સાબિત થશે તો હું આત્મહત્યા કરીશ. મેં બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ કરવામાં અસમર્થ હતો એમ તેણે જણાવ્યું હતું. અગાઉ એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, બુધવારે રડતી વિનેશ ફોગાટે આરોપ મૂક્યો હતો કે રેસ્ટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ ઘણા વર્ષોથી મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરી રહ્યા છે, આ આરોપને રમત પ્રશાસક અને ભાજપના સાંસદ દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો હતો.