નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Special cell revealed the Faridkot massacre) પંજાબના ફરીદકોટમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયી પ્રદીપ સિંહ કટારિયાની હત્યાનો ખુલાસો કર્યો છે. આ કેસમાં શૂટર જિતેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે, જે હરિયાણાના રોહતકનો રહેવાસી છે. જ્યારે તેના બે સગીર સાથીદારો કે જેઓ ભિવાની અને રોહતકના રહેવાસી છે, તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
3 આરોપી હજુ ફરાર છે: સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને સતત ગુપ્ત માહિતીની મદદથી રાતોરાત ઓપરેશન દરમિયાન તેમના વિશે જાણ થઈ, જેમાં જાણવા મળ્યું કે, 6 લોકોએ પ્રદીપ સિંહ કટારિયાની હત્યાને અંજામ (Murder of Pradeep Singh Kataria) આપ્યો હતો. સ્થળ પર લગભગ 60 ગોળીઓ ચલાવવામાં આવી હતી.
બદમાશોએ સ્થળ પર ગોળીબાર કર્યો: 6 લોકોમાંથી 4 હરિયાણાના અને 2 પંજાબના છે. તેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે અને 3 હજુ ફરાર છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સનસનીખેજ હત્યાની ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે, કેવી રીતે બદમાશોએ સ્થળ પર ગોળીબાર કર્યો. તે વીડિયોથી જ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ઘણી મદદ મળી.