હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને BCCI પ્રમુખ સૌરવ (BCCI president saurav ganguly) ગાંગુલીને લઈને નવી અટકળો થઈ રહી છે. એવી ચર્ચા છે કે, સૌરવ BCCI પ્રમુખ પદ છોડી શકે (Sourav Ganguly resigns) છે. આ અટકળો સૌરવની એક ટ્વિટર પોસ્ટ (Sourav Ganguly tweet) પછી લગાવવામાં આવી રહી છે.
આજે હું કંઈક શરૂ કરવાનું વિચારી રહ્યો છું જે મને લાગે છે કે કદાચ ઘણા લોકોને મદદ કરશે. હું આશા રાખું છું કે તમે મારા જીવનના આ પ્રકરણમાં પ્રવેશતા જ મને સમર્થન આપતા રહેશો. સૌરવ ગાંગુલી
" class="align-text-top noRightClick twitterSection" data=" "> સૌરવના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાની ચર્ચા (Sourav Ganguly resigns as BCCI President) શરૂ થઈ ગઈ છે. જોકે, આ અંગે ક્યાંય પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, બીસીસીઆઈ સેક્રેટરીએ સૌરવ ગાંગુલીના રાજીનામાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. તેઓ કહે છે કે, ગગુલીએ રાજીનામું આપ્યું નથી.
ગાંગુલીએ ટ્વીટ કરતા લખ્યું, મેં મારી સફર વર્ષ 1992માં શરૂ કરી હતી. વર્ષ 2022 મારી ક્રિકેટ કારકિર્દીના 30 વર્ષ પૂર્ણ કરવાનું વર્ષ છે, ત્યારથી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, મને તમારા બધાનો સાથ મળ્યો છે. હું દરેક સમર્થકોનો આભાર માનું છું, જેણે મારી આ યાત્રામાં ભાગ લીધો અને મને આજે જ્યાં છું ત્યાં સુધી પહોંચાડ્યો.
તેણે કહ્યું, આજે હું એક એવી વસ્તુ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છું, જેની મને આશા છે કે ઘણા લોકોને ફાયદો થશે. મને આશા છે કે, મારા જીવનના આ નવા અધ્યાયમાં તમારો સાથ મળશે.