- બોલિવુડ અભિનેતા સોનુ સુદે નવી પહેલની શરૂઆત કરી
- ગ્રામીણ ભારતમાં કોરોના એન્ટિ વેક્સિનેશન માટે કરાઈ પહેલ
- આ પહેલનો ઉદ્દેશ વેક્સિનેશન વિશ્વનો સૌથી મોટો સ્વયંસેવી કાર્યક્રમ બનાવવાનો છે
આ પણ વાંચો- સોનુ સૂદે વધુ એક મદદગારીનો વીડિયો શેર કરી લોકો સુધી પહોંચાડ્યો સંદેશ
નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા સોનુ સુદે (bollywood actor sonu sood) શુક્રવારે એક નવી પહેલા સીઓવીઆરઈજી (Launch of a new initiative COVREG) ની શરૂઆત કરાવી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ ભારતમાં કોવિડ-19 એન્ટિ વેક્સિનેશન (Anti Covid-19 Vaccination in Rural India)ના રજિસ્ટ્રેશન માટે વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી કાર્યક્રમ (world largest volunteer program) બનાવવાનો છે.
આ પણ વાંચો- ફિલ્મોમાં વિલન રિયલમાં હીરો, અભિનેતા Sonu Sood કેટલા રાજ્યમાં લગાવશે Oxygen plant?
ગ્રામીણ વસતીને કોરોના વેક્સિનેશનમાં મદદ કરવા એક એપ અપાશે
એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પહેલ સ્વયંસેવકોને વેબસાઈટના માધ્યમથી જોડશે. નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, સ્વયંસેવક દ્વારા આ પહેલ માટે રજિસ્ટ્રેશન (registration for covid vaccination) કરાવ્યા પછી તેમને લગભગ 95 કરોડ ભારતીય ગ્રામીણ વસતી (Indian Rural Population) માટે કોરોના વેક્સિનેશનના રજિસ્ટ્રેશનમાં મદદ કરવા એક એપ આપવામાં આવશે. સ્પાઈસ મની એપ બનાવવા માટે ટેક્નિકલ વિશેષજ્ઞતા આપશે.