ETV Bharat / bharat

સીઝનની પહેલી હિમવર્ષા: સોનમર્ગ ગુલમર્ગમાં સફેદ ચાદર, વાતાવરણ બન્યું અફલાતૂન - Gurez Valley

જમ્મુ અને કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા (first snowfall) થઇ છે. ભારે હિમવર્ષા વચ્ચે પણ BSFના જવાનો ગુલમર્ગમાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કર્યું હતું. સિઝનની પહેલી હિમવર્ષાને (first snowfall) કારણે વાતાવરણ આનંદમય બન્યું હતું.

સિઝનની પહેલી હિમવર્ષા: સોનમર્ગ ગુલમર્ગમાં સફેદ ચાદર છવાણી, વાતાવરણ બન્યું અફલાતૂન

author img

By

Published : Oct 20, 2022, 12:38 PM IST

જમ્મુ અને કાશ્મીર અનેક જિલ્લાઓમાં તારીખ 20 ઓક્ટોબરે રાત્રે મોસમની પ્રથમ હિમવર્ષા (First snowfall of the season in Sonmarg Gulmarg) થઈ હતી. ભારે હિમવર્ષા વચ્ચે BSFના જવાનો ગુલમર્ગમાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ભારે હિમવર્ષાના કારણે સોનમાર્ગ પણ સફેદ ચાદર છવાઇ ગઇ હોય તેવા તેવુ મનમોહક વાતાવરણ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ હિમવર્ષા સિઝનની પ્રથમ હિમવર્ષા છે જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રસ્તાઓ સફેદ ચાદરથી ઢકાઇ ગયા
રસ્તાઓ સફેદ ચાદરથી ઢકાઇ ગયા

સફેદ ચાદર કાશ્મીરના અનેક જિલ્લામાં સિઝનની પ્રથમ હિમવર્ષા પડી હતી. આખી રાત ભારે હિમવર્ષા પડવાના કારણે રસ્તાઓ સફેદ ચાદરથી ઢકાઇ ગયા હતા. ગુલમર્ગ અને સોનમર્ગના શહેરો રાતભર ભારે હિમવર્ષાને કારણે સફેદ થઈ ગયા હતા. બીજી બાજુ લોકોની સેવા માટે હમેંશા હાજર રહેતા BSF જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે પણ પેટ્રોલિંગ કર્યું હતું.

મોસમની પ્રથમ હિમવર્ષા
મોસમની પ્રથમ હિમવર્ષા

શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગ અને ગુલમર્ગના નગરો સફેદ થઈ ગયા કારણ કે આ પ્રદેશમાં તારીખ 20 ઓક્ટોબર, ગુરુવારે વહેલી સવારે શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

BSFજવાનો ખડે પગે ભારે હિમવર્ષા વચ્ચે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો બારામુલ્લાના ગુલમર્ગ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. BSF ટુકડીઓ પીર પંજાલ રેન્જની બહાદુરીપૂર્વક રક્ષા કરી રહી છે, ગુલમર્ગ બાઉલ અને તેની આસપાસના ઊંચા શિખરોની પ્રથમ ભારે હિમવર્ષાને કારણે દરેક જગ્યાએ સફેદ ચાદર છવાઇ ગઇ હતી.

પ્રદેશ સફેદ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલ સોનમર્ગ પણ મોસમની પ્રથમ હિમવર્ષાના કારણે પુરો પ્રદેશ સફેદ થઈ ગયો હતો. વાતાવરણ મનમોહક થઇ ગયું હતું. મળતી માહિતી અનૂસાર હિમાલયની ઊંચી પહોંચમાં સ્થિત ગુરેઝ ખીણમાં પણ હિમવર્ષાના અહેવાલ છે. તો બીજી બાજુ જમ્મુ-શ્રીનગર હાઈવેથી કાશ્મીર ખીણમાં વૈકલ્પિક માર્ગ પૂરો પાડતો મુગલ રોડ પણ મધ્યરાત્રિ દરમિયાન ભારે હિમવર્ષાને કારણે બંધ થઈ ગયો હતો.

વાહનવ્યવહાર બંધ આખી રાત હિમવર્ષાના કારણે મુગલ રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ મુસાફરોને મુગલ રોડની સ્થિતિ અંગે કોઈપણ અપડેટ માટે જમ્મુના ટ્રાફિક કંટ્રોલ યુનિટનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.