- સોનિયા ગાંધીએ નવી રસીની પોલીસી પર ઉઠાવ્યા સવાલ
- રસી આપવાના નિયમોની ઝડપથી સમીક્ષા થવી જોઇએ
- કેન્દ્ર સરકારે 18થી 45 વર્ષની વય જૂથના લોકોને મફત રસી આપવાની જવાબદારીને ટાળી છે
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રસી સાથે જોડાયેલી નવી નીતિને લઇને ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો હતો કે, તેઓ આ નીતિને બદલે અને સમગ્ર દેશમાં રસીની એક સરખી કિંમત નક્કી કરે. સોનિયા ગાંધીએ વડા પ્રધાનને એક પત્ર પણ લખીને આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે 18થી 45 વર્ષની વય જૂથના લોકોને મફત રસી આપવાની જવાબદારીને ટાળી છે. સોનિયાએ કહ્યું, "આશ્ચર્યની વાત છે કે, ગયા વર્ષનો કડવો અનુભવ અને લોકોને મૂશ્કેલી સહન કરવી પડી હતી તે છતાં, સરકાર સતત મનમાની અને ભેદભાવપૂર્ણ નીતિ લાગુ કરી રહી છે."
આ પણ વાંચોઃ ભાજપના વિનામૂલ્યે ઈન્જેક્શન વિતરણ પર ઉઠ્યા સવાલો
નિ:શુલ્ક રસી આપવાની સરકારની જવાબદારી
તેમણે દાવો કર્યો હતો કે નવી નીતિ અંતર્ગત સરકારે 18થી 45 વર્ષની વય જૂથના લોકોને મફત રસી આપવાની જવાબદારી ગુમાવી દીધી છે. સોનિયાના મતે દેશના નાગરિકોએ રસી માટે વધુ કિંમત ચૂકવવી પડશે અને રાજ્ય સરકારોની તિજોરી પર પણ બોજ પડશે. તેમણે પૂછ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં સરકાર કેવી રીતે લોકોની પીડાથી નફો કરવાની છૂટ આપી શકે?
18 વર્ષથી ઉપરના લોકોને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રસી આપવી
કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને કહ્યું હતું કે, કોંગ્રેસે પહેલાથી જ આ નીતિનું ફરીથી મૂલ્યાંકન કરવાની માગ કરી છે. ચોક્કસપણે કોઈપણ તાર્કિક વ્યક્તિ રસીકરણના સમાન કિંમતથી થનારા લાભ માટે સંમત થશે. તેમણે વિનંતી કરી કે, 'આ મામલે દખલ કરો અને આ ખોટા નિર્ણયને બદલો. દેશનું લક્ષ્ય એ હોવું જોઈએ કે, 18 વર્ષથી ઉપરના લોકોને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના રસી આપવી જોઈએ.
આ પણ વાંચોઃ આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
આગામી બે મહિનામાં રસીનું ઉત્પાદન વધારવામાં આવશે
નોંધપાત્ર વાત એ છે કે, ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઈઆઈ) એ બુધવારે કહ્યું હતું કે, કોવિડ -19 રસીની કિંમત રાજ્ય સરકારો માટે ડોઝ દીઠ 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલ્સ માટે ડોઝ દીઠ 600 રૂપિયા હશે. એસઆઈઆઈએ ટ્વિટર પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, આગામી બે મહિનામાં રસીનું ઉત્પાદન વધારવામાં આવશે