નવી દિલ્હી: કોંગ્રેસની ટોચની નીતિ-નિર્માણ સંસ્થા કોંગ્રેસ કાર્યકારી સમિતિ (Congress Working Committee) તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર પર રવિવારે વિચારમંથન સાથે જ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને (Congress President Sonia Gandhi) વિનંતી કરી કે, તેઓ સંગઠનાત્મક ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી અધ્યક્ષ તરીકે રહે અને પક્ષને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લેય. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, CWCની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, સંસદનું બજેટ સત્ર પૂરું થતાંની સાથે જ 'ચિંતન શિવિર'નું આયોજન કરવામાં આવશે, જેમાં ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: UP Election Results 2022: યુપીમાં સપાના વોટ શેરમાં ઉછાળો, બસપાના મતદારો ઘટ્યા
કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારિત સંસ્થા CWCની બેઠક પાર્ટી સાડા ચાર કલાકથી વધુ ચાલી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Congress President Sonia Gandhi) અધ્યક્ષતામાં કોંગ્રેસની ટોચની નીતિ નિર્ધારિત સંસ્થા CWCની બેઠક પાર્ટી હેડક્વાર્ટરમાં સાડા ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. મીટિંગ પછ, વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને પક્ષને મજબૂત કરવા માટે જરૂરી ફેરફારો કરવા વિનંતી કરી હતી. સંસદના બજેટ સત્ર પછી તુરંત 'ચિંતન શિવિર'નું આયોજન કરવામાં આવશે.
દરેક નેતાએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, દરેક નેતાએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમને પ્રમુખ તરીકે ચાલુ રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, બેઠકમાં દરેક ચૂંટણી રાજ્યના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓએ CWC સમક્ષ એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની લાગણી રહી છે કે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદનો હવાલો સંભાળવો જોઈએ, પરંતુ અધ્યક્ષનો નિર્ણય સંગઠનાત્મક ચૂંટણી દ્વારા જ લેવામાં આવશે.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરશે : મલ્લિકાર્જુન ખડગે
CWC બેઠક પછી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસનું નેતૃત્વ કરશે અને ભવિષ્યમાં પણ આ જ નિર્ણય લેશે. અમને બધાને તેમના નેતૃત્વમાં વિશ્વાસ છે. બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી. G23 જૂથના નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકે પણ આમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા ન હતા. વરિષ્ઠ નેતા એકે એન્ટની કોવિડ 19થી સંક્રમિત હોવાને કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી
નિર્ણાયક બેઠકના એક દિવસ પહેલા, મીડિયાના એક વિભાગે અહેવાલ આપ્યો હતો કે ગાંધી પરિવાર પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપવાની ઓફર કરી શકે છે, જોકે કોંગ્રેસે સત્તાવાર રીતે આ સમાચારને "ખોટા અને તોફાની" ગણાવીને નકારી કાઢ્યા હતા. બેઠક પહેલા ગેહલોત, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને અન્ય કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: assembly election result 2022: ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ભાજપની જીત, પંજાબમાં AAPનો ઝંડો લહેરાયો
રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે : અશોક ગેહલો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગેહલોતે કહ્યું કે, આજના સમયમાં રાહુલ ગાંધી દેશના એકમાત્ર એવા નેતા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે. ડીકે શિવકુમારે ટ્વીટ કર્યું કે, 'જેમ કે મેં પહેલા કહ્યું, રાહુલ ગાંધીએ તરત જ પૂર્ણ સમય અધ્યક્ષની જવાબદારી લેવી જોઈએ. મારા જેવા પક્ષના કરોડો કાર્યકરોની આ ઈચ્છા છે. CWCની બેઠક દરમિયાન પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટરની નજીક એકઠા થયા હતા. રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમને ફરી એકવાર પાર્ટીની બાગડોર સોંપવાની માંગ કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક એવા સમયે આવી છે, જ્યારે કોંગ્રેસ પંજાબમાં સત્તા ગુમાવી ચૂકી છે અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર બાદ, શુક્રવારે પાર્ટીના 'G23' જૂથના ઘણા નેતાઓએ એક બેઠક યોજી હતી, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારીએ રાજ્યસભાના ભૂતપૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.