ન્યૂઝ ડેસ્ક: લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri birth anniversary)નો જન્મ 2 ઓક્ટોબર 1904માં મુગલસરાય વારાણસીમાં થયો હતો. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. તે 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 સુધી 18 મહિના સુધી વડાપ્રધાન રહ્યાં હતા. તેમનું મૃત્યુ 11 જાન્યુઆરી 1966 એ એક રહસ્યમય રીતે તાશકંદમાં (mysterious death Shashtri) થયુ હતુ. તેમનું કાર્ય ઈતિહાસમાં અનોખુ છે. તેમણે ખેડૂતો માટે ઘણું કામ કર્યું અને ‘જય જવાન, જય કિસાન’નું સ્લોગન પણ આપ્યું હતુ. Lal Bahadur Shastri, Second Prime Minister of India, Birth anniversary of Lal Bahadur Shastri,
આ રીતે શાસ્ત્રી પડ્યુ નામ: પ્રાથમિક શિક્ષણ લીધા બાદ હાઈ સ્કૂલનું શિક્ષણ તેમણે હરિશચન્દ્ર હાઈ સ્કૂલ અને કાશી વિદ્યાપીઠમાંથી ગ્રહણ કર્યું હતુ. કાશી વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીની ઉપાધી મળ્યા બાદ તેમણે જન્મથી ચાલી આવેલુ જાતિસૂચક શબ્દ શ્રીવાસ્તવ હંમેશા હંમેશા માટે હટાવી દીધુ હતુ. અને પોતાના નામની આગળ શાસ્ત્રી લગાવી દીધુ હતુ.
પરિવારીક જીવન: લાલ બહાદુર શાસ્ત્રીના લગ્ન મિર્ઝાપુરના રહેવાસી ગણેશપ્રસાદની પુત્રી લલિતા સાથે થયા હતા. લાલ બહાદુર શાસ્ત્રી અને લલિતા શાસ્ત્રીના 6 બાળકો હતા. જેમાંથી 2 દીકરીઓ કુસુમ તથા સુમન અને 4 પુત્ર- હરિકૃષ્ણ, અનિલ, સુનીલ તથા અશોક.
રાજનૈતિક જીવન: સંસ્કૃત ભાષામાં સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યાં પછી, તે ભારત સેવા સંઘ સાથે જોડાઈ ગયા. અહીંથી તેમના રાજનૈતિક કરિયરની શરૂઆત થઈ. શાસ્ત્રીજી સાચા ગાંધીવાદ હતા. તેમની સેવામાં પોતાનું જીવન વ્યતિત કરી દીધું હતુ. તેમણે ગરીબોની સેવામાં પોતાનું જીવન ન્યોછાવર કરી દીધુ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ઘણા સક્રિય રહેવા લાગ્યા હતા. બધા કાર્યક્રમોમાં ભાગ લેતા અને આંદોલનમાં સક્રિય રહેતા હતા. જેના પરિણામસ્વરૂપ ઘણીવાર જેલ પણ જવુ પડ્યું હતુ. સ્વાધિનતા સંગ્રામના જે આંદોલનોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે તેમાં 1921નું અસહયોગ આંદોલન, 1930નું દાંડી માર્ચ તથા 1942 નું ભારત છોડો આંદોલન ઉલ્લેખનિય છે.
રહસ્યમય મૃત્યુ: રશિયા અને અમેરિકા વચ્ચેના પરસ્પર તણાવને જોતા ભારતના વડાપ્રધાનને રશિયાના તાશકંદમાં એક સોદો કરવા માટે બોલાવ્યા હતા. શાસ્ત્રીજીએ તાશકંદ સોદાને સ્વીકાર કરી લીધુ, પરંતુ પાકિસ્તાની જીતેલી જમીનને પાછી કરવા માટે સહમત થયા નહીં. આંતરરાષ્ટ્રીય દબાણના લીધે શાસ્ત્રીજીને તાશકંદ સોદા પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા પણ લાલ બહાદુર શાસ્ત્રીએ પોતે વડાપ્રધાન કાર્યકાળમાં આ જમીનને પાછી આપવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અયૂબ ખાનની સાથે યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કરીને કેટલાક કલાકો બાદ જ ભારત દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું શંકાસ્પદ અવસાન થઈ ગયુ હતુ. 11 જાન્યુઆરી 1966 ની રાત્રે દેશના વડાપ્રધાનનું મૃત્યુ થઈ ગયુ હતુ. જે આજે પણ એક રહસ્ય જ છે.