ETV Bharat / bharat

રસ્તો બન્યો યમરાજનો ડેરો : માર્ગ અક્સ્માતમાં થયા અડધો ડઝન લોકોના મોત

ટિહરીમાં એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બોલેરો કાર ખાડામાં પડી જતા 6 લોકોના મોત થયા છે. તમામ 6 લોકોના મૃતદેહ બળી ગયા છે.

રસ્તો બન્યો યમરાજનો ડેરો
રસ્તો બન્યો યમરાજનો ડેરો
author img

By

Published : May 25, 2022, 5:08 PM IST

Updated : May 25, 2022, 5:37 PM IST

ટિહરીઃ ટિહરીમાં એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ગંગોત્રી હાઇવે પર કંદિસૌર તહસીલ પાસે એક બોલેરો વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો. તહસીલદાર કિશન સિંહ મહંતે જણાવ્યું કે કારમાં છ લોકો સવાર હતા. જેમાં પાંચ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.

છ લોકોના થયા મોત - NH-94 ચંબા ધારસુ મોટરવે પર કમાડ નજીક કોટીગઢ પાસે બોલેરો કાર ક્રેશ થઈ ગઈ છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તમામ 6 મૃતદેહો બળી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે 3.30 વાગ્યે એક બોલેરો વાહન ચંબાથી ઉત્તરકાશી તરફ જઈ રહ્યું હતું. કંદિસૌર પહેલા કોટીગઢમાં વાહન નિયંત્રણ બહાર ગયું અને પેરાફીટ તોડીને ખાડામાં પડી ગયું. વાહન ખાઈમાં પડતાં જ આગ લાગી હતી. જ્યારે સ્થાનિક લોકોએ વાહનને ખાડામાં પડતું જોયું તો તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ વાહનમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં લોકો બળીને મૃત્યુ પામ્યા હતા.

Last Updated : May 25, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.