તામિલનાડુ : તામિલનાડુના શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા અને ગંભીર ઈજાઓ સાથે સારવાર લઈ રહેલા દરેકને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
-
#WATCH | Tamil Nadu: An explosion took place at a firecracker manufacturing factory near Sivakasi in Virudhunagar district, fire extinguisher reaches the spot: Fire and Rescue department pic.twitter.com/CqE1kCAJ3S
— ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: An explosion took place at a firecracker manufacturing factory near Sivakasi in Virudhunagar district, fire extinguisher reaches the spot: Fire and Rescue department pic.twitter.com/CqE1kCAJ3S
— ANI (@ANI) October 17, 2023#WATCH | Tamil Nadu: An explosion took place at a firecracker manufacturing factory near Sivakasi in Virudhunagar district, fire extinguisher reaches the spot: Fire and Rescue department pic.twitter.com/CqE1kCAJ3S
— ANI (@ANI) October 17, 2023
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : તામિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 11 લોકોના મોત થયા છે. પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર બે અલગ અલગ વિસ્ફોટોથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને આ દુર્ઘટના અંગે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર માટે 1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી.
વિસ્ફોટ સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં : ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ ઘટના અંગે જણાવવામાં આવ્યું હતું કે મંગળવારે પહેલો વિસ્ફોટ એમ. બુધુપટ્ટી રેંગપલયમ વિસ્તારમાં સ્થિત કનિષ્કર ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. આ સમયગાળા દરમિયાન ત્યાં 15થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતાં. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોની ઓળખ ભક્યામ (35), મહાદેવી (50), પંચવર્ણમ (35), બાલામુરુગન (30), તમિલચેલવી (55), મુનીશ્વરી (32), થંગામલાઈ (33), અનીથા (40) અને ગુરુવમ્મલ (55) તરીકે થઈ છે.
બચાવ કામગીરી ચાલુ : રેડ્ડીપટ્ટી વિસ્તારમાં સ્થિત મુથુ વિજયનની માલિકીની ફટાકડાની ફેક્ટરીમાં આ ભયાનક વિસ્ફોટ થયો હતો. વેમ્બુ નામના કર્મચારીએ ભીષણ આગમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે જાનહાનિની સંખ્યા ગંભીર બની હતી. વિસ્ફોટો દરમિયાન ઘાયલ થયેલા પાંચથી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ અગ્નિશમન અને બચાવ કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સલામતીની ખાતરી કરવા સાથે બચેલા લોકોની શોધખોળ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.