ETV Bharat / bharat

નમાઝ માટે શીખોએ ખોલ્યા ગુરુદ્વારાના દરવાજા, કહ્યું- ગુરુનું ઘર બધા માટે ખુલ્લુ

ગુરુગ્રામમાં (Gurugram Haryana )ખુલ્લામાં નમાઝના વિરોધ બાદ ગુરુદ્વારાના સ્થાનિક સંગઠને (Local Association of Gurudwaras)ગુરુદ્વારામાં(Gurudwara) નમાઝ પઢવાની મંજૂરી આપી છે.

નમાઝ માટે શીખોએ ખોલ્યા ગુરુદ્વારાના દરવાજા, કહ્યું- ગુરુનું ઘર બધા માટે ખુલ્લુ
નમાઝ માટે શીખોએ ખોલ્યા ગુરુદ્વારાના દરવાજા, કહ્યું- ગુરુનું ઘર બધા માટે ખુલ્લુ
author img

By

Published : Nov 18, 2021, 5:32 PM IST

  • ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝના વિરોધ બાદ મંજૂરી
  • લોકોએ ખુલ્લામાં નમાજ પઢવા સામે વિરોધ દર્શાવ્યો હતો
  • ગુરુદ્વારા સમિતિએ મુસ્લિમોને ગુરુદ્વારામાં નમાજ પઢવાની મંજૂરી આપી

ગુરુગ્રામ (હરિયાણા): ગુરુગ્રામમાં(Gurugram Haryana ) ખુલ્લામાં નમાઝના વિરોધ બાદ ગુરુદ્વારાના સ્થાનિક સંગઠને(Local Association of Gurudwaras) ગુરુદ્વારામાં નમાઝ પઢવાની મંજૂરી(Permission to offer prayers in Gurudwara) આપી દીધી છે. શુક્રવારે કેટલાક લોકોએ ખુલ્લામાં નમાજ પઢવા સામે વિરોધ દર્શાવ્યો હતો, જે બાદ શીખ સમુદાયની (Sikh community )સદર બજાર ગુરુદ્વારા સમિતિએ મુસ્લિમોને ગુરુદ્વારામાં નમાજ પઢવાની મંજૂરી આપી હતી.

કોઈપણ ભેદભાવ વિના તમામ સમુદાયો માટે ખુલ્લું

આ અંગે ગુરુદ્વારા ગુરુ સિંહ સભાના પ્રમુખ શેરદિલ સિંહ સિદ્ધુએ (President Sherdil Singh Sidhu )જણાવ્યું કે ગુરુદ્વારામાં નમાઝ પઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ અહીં આવીને નમાઝ અદા કરી શકે છે. આ ગુરુ ઘર છે, જે કોઈપણ ભેદભાવ વિના તમામ સમુદાયો માટે ખુલ્લું છે. અહીં રાજકારણ ન હોવું જોઈએ. સમિતિનું કહેવું છે કે હવે જુમેની નમાજ પઢવા માટે ઈચ્છા ધરાવતા મુસ્લિમ ભાઈઓ માટે ખુલ્લું છે કે જેઓ નમાજ અદા કરવા માગે છે.

સિરહૌલમાં વિરોધ પછી આ સંખ્યા ઘટીને 19 થઈ ગઈ

ગુરુગ્રામ પ્રશાસને હિંદુ અને મુસ્લિમ સંગઠનો સાથે બેસીને નમાજ પઢવા માટે 37 જગ્યાઓ નક્કી કરી હતી, જે બાદમાં ઘટાડીને 20 કરી દેવામાં આવી હતી. સિરહૌલમાં વિરોધ પછી, આ સંખ્યા ઘટીને 19 થઈ ગઈ, જેના કારણે મુસ્લિમોને શુક્રવારે નમાઝ અદા કરવામાં ઘણી મુશ્કેલી થવા લાગી.

આ પણ વાંચોઃ બેંકોએ પાર્ટનરશિપનું મોડલ અપનાવવું પડશે, ભારતમાં રોકાણ કરવાનો આ સૌથી સારો સમય - PM મોદી

આ પણ વાંચોઃ યૌન ઉત્પીડન કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો, કહ્યું- સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ થાય તો જ POCSO હેઠળ ગુનો નોંધાય તેવું નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.