ચંદીગઢ: પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, કેનેડા સ્થિત કુખ્યાત ગુનેગાર ગોલ્ડી બ્રાર પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો (Sidhu Moosewala Murder Case)મુખ્ય કાવતરાખોર હતો અને તેણે આ ઘટનાને અંજામ આપવા માટે બિશ્નોઈ ગેંગનો (Bishnoi Gang) લીડર લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા અને કેટલાક અન્ય લોકોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં અન્ય લોકોની પણ મદદ લીધી હતી. સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા ગાયક શુભદીપ સિંહ સિદ્ધુની 29 મે, 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે મુસેવાલા તેના મિત્રો અને સંબંધીઓ સાથે જીપમાં માણસાના જવાહરના ગામ જઈ રહ્યા હતા ત્યારે, છ લોકોએ તેનો રસ્તો રોક્યો અને તેના પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચોઃ સોનાલી ફોગાટના ઘરે પહોંચી ગોવા પોલીસ, પ્રોપર્ટીના લેન્ડ લીઝ કેસની કરશે તપાસ
મુખ્ય કાવતરાખોર આરોપીઃ પંજાબ પોલીસે 36 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી, પરંતુ લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને ગોલ્ડી બ્રાર સહિત 24 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ મુજબ મુસેવાલાની હત્યા પાછળનો મુખ્ય કાવતરાખોર આરોપી ગોલ્ડીબ્રાર હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તેણે હુમલાખોરોને 28 મેના રોજ મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચી લેવા અંગે જાણ કરી હતી અને 29 મેના રોજ તેને મારવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ NIAએ દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ કર્યું જાહેર
અકાલી દળના નેતાની મિદુખેડાની હત્યાઃ પંજાબ પોલીસે મુસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા અસ્થાયી રૂપે પાછી ખેંચી લીધી હતી. ચાર્જશીટ મુજબ, બ્રારે આરોપી લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા, સચિન ભિવાની, અનમોલ બિશ્નોઈ, સચિન થાપન, મોનુ ડાગર, પવન બિશ્નોઈ અને શૂટરો સાથે મળીને મૂસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેણે અન્ય આરોપીઓ માટે હથિયાર, પૈસા, કાર, ફોન, સિમકાર્ડ અને રહેવાની વ્યવસ્થા કરી હતી. બ્રારે વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ગયા વર્ષે યુવા અકાલી દળ નેતા મિદુખેડાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં શગનપ્રીત સિંહનું નામ આવ્યું, જે મૂસેવાલાના મેનેજર હોવાનું કહેવાય છે.