ETV Bharat / bharat

સિદ્ધાર્થનગર 20 લોકોને જુદી જુદી કંપનીઓની કોવિડ રસી આપવામાં આવી - આરોગ્ય પ્રધાન જય પ્રતાપસિંહ

આ માહિતી સિદ્ધાર્થનગરમાં મળતાની સાથે જ આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ હતી. દરેક વ્યક્તિએ એકબીજા પર ખોટી કાર્યવાહીનો આરોપ મૂકવાનું શરૂ કર્યું. તે જ સમયે, જ્યારે રસી લેનારા લોકો દ્વારા આ માહિતી મળી ત્યારે તેઓ પણ ગભરાઇ ગયા હતા. જો કે કોકટેલની રસી લગાડ્યા પછી પણ કોઈને આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા આવી નથી, પરંતુ બધા લોકો ડરી ગયા છે.

xx
સિદ્ધાર્થનગર 20 લોકોને જુદી જુદી કંપનીઓની કોવિડ રસી આપવામાં આવી
author img

By

Published : May 27, 2021, 10:00 AM IST

  • ઉત્તર પ્રદેશમાં રસીબાબતે જોવા મળી ગંભીર બેદરકારી
  • રસી લેનારનું કરવામાં આવી રહ્યું છે મોનિટરીંગ
  • સીએમઓ દ્વારા સમિતીની રચના કરવામાં

સિદ્ધાર્થનગર : ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના આરોગ્ય પ્રધાન જય પ્રતાપસિંહ (Health Minister Jay Pratap Singh)ના ગૃહ જિલ્લા સિદ્ધાર્થનગરમાં આરોગ્ય વિભાગની એક મોટી બેદરકારી જોવા મળી છે. જિલ્લામાં ચાલી રહેલા કોવિડ રસીકરણ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ કેટલાક લોકોને પ્રથમ ડોઝ કોવિશીલ્ડ અને બીજા ડોઝ કોવેક્સિન આપી હતી. આને લીધે, જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.

રસી બાબતે ગંભીર બેદરકારી

સમગ્ર મામલો જિલ્લાના બર્હાની પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રનો છે. ઉધહી કાલન ગામ અને અન્ય ગામના 20 જેટલા લોકોને રસીની પહેલી માત્રા કોવિશિલ્ડને આપવામાં આવી હતી. પરંતુ 14 મેના રોજ, બીજી માત્રા લાગુ કરતી વખતે, આરોગ્ય કર્મચારીઓએ ભારે બેદરકારી કરી પર કોવેક્સિન લગાવી.

સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ

આ માહિતીની જાણ થતાં જ વિભાગમાં હલચલ મચી ગઈ હતી. દરેક વ્યક્તિએ એકબીજા પર આ ભૂલનો આરોપ મૂકવાનું શરૂ કર્યું. તે જ સમયે, જ્યારે રસી લેનારા લોકો દ્વારા આ માહિતી મળી ત્યારે તેઓ પણ ગભરાઇ ગયા હતા. તે બધાએ 2 એપ્રિલે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો. આ પછી, શુક્રવારે 14 મેના રોજ, બીજા ડોઝમાં, કોવેક્સિન લીધી હતી. જો કે રસી લગાડ્યા પછી પણ કોઈને આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા આવી નથી, પરંતુ બધા લોકો ડરી ગયા છે.

આ પણ વાંચો : Who is Responsible Campaign - કોરોના વેક્સિન માટે અન્ય દેશ પર આધાર કેમ રાખવો પડે છે? : પ્રિયંકા ગાંધી

મોનિટરીંગ થઈ રહ્યું છે

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ માલતી દેવી, ચેદીલાલ, સનેહી, રામકુમાર, ગોપાલ, મુન્ની, શાહાબુદ્દીન, મોહમ્મદ ઇકરામ ધોબી, રામ સુંદર, રાધેશ્યામ શુક્લા, અનારકલી, ચંદ્રાવતી, સોમના, બેલાવતી, ઇન્દ્ર બહાદુર, રામકિશોર, ઉર્મિલા માલતી દેવી, રામપ્રસાદ નંદલાલ ચૌધરીને અલગ અલગ રસી આપવામાં આવી છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.

સીએમઓ કરી સમિતીની રચના

તે જ સમયે, જ્યારે વિભાગીય બેદરકારીના આ મામલે સીએમઓ સંદીપ ચૌધરી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું કે આરોગ્ય કર્મચારીઓએ બેદરકારી દાખવીને આશરે 20 લોકોને કોકટેલની રસી આપી છે. વિભાગીય ટીમ આ તમામ લોકો પર નજર રાખી રહી છે. કોઈ પણ વ્યક્તિમાં હજી સુધી કોઈ મુશ્કેલી જોવા મળી નથી. આ ગંભીર બેદરકારી માટે એક તપાસ ટીમ પણ બનાવવામાં આવી છે. તેનો રિપોર્ટ આવતાની સાથે જ દોષી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.