- શ્રીતિ પાંડેએ ઘાસમાથી 50 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી
- ઇકો ફ્રેન્ડલી હોસ્પિટલની ફોબ્સએ કરી પ્રશંસા
- હોસ્પિટલના રૂમ ગરમીમાં ઠંડા અને ઠંડીમાં ગરમ રહે છે
પટણા: બિહારની રાજધાની પટણાની બાજુમાં આવેલા ફતુહાના મસાઢી ગામમાં 50 બેડની કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ વિટેક્સ ફાઉન્ડેશનની છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરની શ્રીતિ પાંડેએ તેને ફક્ત 80 દિવસમાં તૈયાર કરી લીધી છે. હોસ્પિટલ ઘાસ અને સ્ટ્રો (ડાંગરની સ્ટ્રો) થી બનેલી છે. આ ઇકો ફ્રેન્ડલી હોસ્પિટલમાં દર્દીઓ સામાન્ય હોસ્પિટલો કરતા વધુ રાહત મેળવે છે. ઉનાળાના દિવસોમાં ઓરડાઓ ઠંડા અને શિયાળાના દિવસોમાં ગરમ રહે છે.
શ્રીતિ પાંડે કોણ છે?
ગોરખપુરમાં રહેતી શ્રીતિ પાંડેએ ન્યુ યોર્ક યુનિવર્સિટીમાંથી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તે પોતાની કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે અને દેશના ઘણા ભાગોમાં કામ કરે છે. શ્રીતિની ખ્યાતિ ઓછા પૈસામાં ટકાઉ ઘર બનાવવાની છે. તે બિલ્ડિંગ બનાવવા માટે ઘઉંનાં સાંઠા, ડાંગરનાં સ્ટ્રો અને ભૂસેનો ઉપયોગ કરે છે. આ પહેલાં એગ્રી ફાઇબર પેનલ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ઘર બનાવવામાં આવે છે.
શ્રીમતીનું નામ ફોર્બ્સ સૂચિમાં
શ્રીતિ ઇકો ફ્રેન્ડલી ઘરો બનાવે છે જેથી પર્યાવરણનું જતન થાય છે. એગ્રી ફાઇબરના નિર્માણને લીધે ઘર ઉનાળામાં કોંક્રિટ ઘરની જેમ ગરમ થતું નથી. આને કારણે વીજળીની પણ બચત થય છે. મકાન બનાવવાનો ખર્ચ પણ ઓછો થાય છે. આ પ્રયોગને કારણે શ્રીતિને ફોર્બ્સ મેગેઝિન દ્વારા એશિયાના 30 હોશિયાર લોકોમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીમતીનું નામ ફોબ્સની સૂચિમાં સામે આવ્યા પછી, તાજેતરમાં જ પટનાની મસાધીમાં તેના પ્રોજેક્ટ પૂર્ણ થયાની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
30 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
આ હોસ્પિટલ પટણાના ફતુહાના મસાઢી ગામમાં બનાવવામાં આવી છે જેમા બાલ 30 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેનું સંચાલન 'ડોકટર્સ ફોર યુ' નામની સંસ્થા ચલાવી રહ્યું છે. હાલમાં કોરોનાના 30 દર્દીઓ 50 બેડની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક્સ-રે અને અન્ય સ્ક્રીનીંગ સુવિધાઓ પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે
ડોકટર્સ ફોર યુ સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર પ્રમોદ કુમારે કહ્યું કે, "આ હોસ્પિટલ ઇકો ફ્રેન્ડલી છે. જો તે બહાર ગરમ હોય તો અંદર કોઈ તાપ નહીં આવે. જ્યારે શિયાળાના દિવસોમાં ઓરડો ગરમ રહે છે. તેની સારવાર લઇ રહેલા દર્દીઓને આરામ મળે છે. આ સાથે, વીજળીનો વપરાશ પણ ઓછો થાય છે.
હોસ્પિટલ ઘાસ, ધાન અને ડાંગરના સ્ટ્રોથી તૈયાર કરવામાં આવી છે
આ પણ વાચોઃ સમરસ હોસ્ટેલને ટૂંકાગાળામાં 1,000 બેડની હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી
પ્રોમોદ કુમારે કહ્યું, હોસ્પિટલની ઇમારત ઘાસ અને ધાન અને ડાંગરના સ્ટ્રોથી બનાવામાં આવી છે. આ માટે ઘાસ અને સ્ટ્રોમાં બે કે ત્રણ રસાયણો ઉમેરવામાં આવે છે. આ પછી, મિશ્રણને હાઇપ્રેશર પર દબાવી ગર્મીથી પકાવામાં આવે છે. ત્યાર બાદ બાંધકામની સામગ્રી બિલ્ડિંગ બનાવવા માટે તૈયાર થઇ જાય છે.
ડોકટરો અહીં 24 કલાક તૈનાદ રહે છે. અમારી પાસે ઓક્સિજનની સુવિધા છે. હમણાં 10-12 દર્દીઓ ઓક્સિજન પર છે. આ હોસ્પિટલમાંથી, અમે સ્વસ્થ થયા પછી 100 જેટલા દર્દીઓને ઘરે મોકલ્યા છે. અહીં લગભગ 6 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે.