જૌનપુર: મંગળવારે એડિશનલ સેશન્સ જજ ફર્સ્ટ કોર્ટે શ્રમજીવી એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં બાંગ્લાદેશી આતંકવાદી હિલાલુદ્દીન ઉર્ફે હેલાલ અને પશ્ચિમ બંગાળના નફીકુલ બિસ્વાસને મૃત્યુદંડની સજા સંભળાવી (Shramjeevi Blast Case) છે. આ સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લગભગ બે અઠવાડિયા પહેલા કોર્ટે બંનેને દોષિત જાહેર કર્યા હતા અને સજા પર નિર્ણય સુરક્ષિત રાખ્યો (Shramjeevi Blast Case) હતો.
શ્રમજીવી એક્સપ્રેસ બ્લાસ્ટની ઘટના 28 જુલાઈ 2005ના રોજ બની હતી. સિંગરામૌ રેલવે સ્ટેશનના હરિહરપુર રેલવે ક્રોસિંગ પાસે શ્રમજીવી એક્સપ્રેસની જનરલ બોગીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 14 લોકોના મોત થયા હતા અને 62 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે લગભગ 18 વર્ષ બાદ આરોપીઓ દોષિત સાબિત થયા છે અને તેમને ફાંસીની સજા આપવામાં આવી છે. આ કેસમાં જૌનપુર કોર્ટમાં 43 સાક્ષીઓ પણ હાજર થયા (Shramjeevi Blast Case) હતા.
આ પહેલા કેસમાં કોર્ટે બે આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. જેમાં એક આરોપી પર બોમ્બ બનાવવાનો અને બીજા પર પટના જંકશનથી ટ્રેનમાં બોમ્બ રાખવાનો આરોપ હતો. બાંગ્લાદેશી આલમગીર ઉર્ફે રોનીએ ટ્રેનની બોગીમાં બોમ્બ મુક્યો હતો. જ્યારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સભ્ય ઓબેદુર રહેમાને બોમ્બ બનાવ્યો હતો. કોર્ટે બંનેને 31 ઓગસ્ટ 2016ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે બંને ગુનેગારો પર 10 લાખ 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, બંનેએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી (Shramjeevi Blast Case) છે.