- આ ઘટનામાં ગેંગસ્ટર ગોગીનું પણ મૃત્યુ થયું છે
- રોહિણી કોર્ટમાં ફરી એકવાર ગેંગ વોરની ઘટના હાથ ધરવામાં આવી
- કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગીને કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો
નવી દિલ્હી: અતિ સુરક્ષિત માનવામાં આવતી રોહિણી કોર્ટમાં ફરી એકવાર ગેંગ વોરની ઘટના હાથ ધરવામાં આવી. શુક્રવારે બપોરે કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગીને કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યો હતો. આ દેખાવ દરમિયાન વકીલનો ડ્રેસ પહેરેલા બે લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સ્પેશિયલ સેલ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને હુમલાખોરો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં ગેંગસ્ટર ગોગીનું પણ મૃત્યુ થયું છે.
જિતેન્દ્ર ઉર્ફ ગોગીની વર્ષ 2020માં ધરપકડ કરવામાં આવી હતી
જાણકારી અનુસાર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જિતેન્દ્ર ઉર્ફ ગોગીની વર્ષ 2020માં ધરપકડ કરવામાં આવી હતી. કાઉન્ટર ઇન્ટેલિજેન્સ ટીમે તેની ગુરુગ્રામથી ત્રણ અન્ય મિત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરતા સમયે તેની પર દિલ્હી પોલીસ તરફથી 8 લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. તે હત્યા, અપહરણ, પોલીસ પર હૂમલો વિવિધ વોરમાં સામેલ રહ્યો હતો. ધરપકડ બાદ તેને જેલમાં રાખવામા આવ્યો હતો. શુક્રવારે ત્રીજી બટાલિયનની પોલીસ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમ તેને રોહીણી કોર્ટમાં હાજર થવા લઇ ગઇ હતી. એ જ દરમિયાન ત્યાં વકીલનો ડ્રેસ પહેરેલા બે શખ્સ આવ્યા અને તેમણે ગોગી પર ગોળીબાર કર્યો.
આખી ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે
તેને બચાવવા માટે કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમે પણ હૂમલાવરો પર ગોળીબાર કર્યો, જેમાં બન્ને હૂમલાવરોનું મૃત્યુ થયું છે. રોહીણી કોર્ટમાં આ બન્ને હૂમલાવરોએ વકીલનો ડ્રેસ પહેરીને પ્રવેશ કર્યો હતો, જેથી તેમને કોઇ રોકી ના શકે. આ ઘટનામાં માર્યા ગયેલા બન્ને બદમાશોની હાલ ઓળખાણ થઇ શકી નથી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા જિતેન્દ્ર ઉર્ફ ગોગીનું પણ મૃત્યુ થયું છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ આખી ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી છે.
ગેંગવોરમાં અત્યારસુધી 20થી વધુ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે
ઉલ્લેખનિય છે કે, માર્યા ગયેલા જિતેન્દ્ર ગોગી અને અલીપુરના તાજપુરિયાના રહેવાસી સુનીલ ઉર્ફ ટિલ્લૂ વચ્ચે લગભગ એક દશકથી ગેંગવોર ચાલી રહ્યું હતું. આ ગેંગવોરમાં અત્યારસુધી 20થી વધુ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોનું માનવું છે કે, આ હત્યાની પાછળ સુનીલ ઉર્ફ ટિલ્લૂ સામેલ હોઇ શકે છે. જો કે આની જાણકારી મેળવવા માટે પોલીસની ટીમ તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો- ગેંગસ્ટર મુકેશ હરજાણી અને આણંદના કોર્પોરેટર કલ્પેશ ચાકાની હત્યાના આરોપીને ઝાલોદ પોલીસે ઝડપ્યો
આ પણ વાંચો- કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારી મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા વધુ ખુલાસા