- શોપિયાં અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર
- શનિવારે અથડામણ શરૂ થઈ હતી
- આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.
શનિવારે અથડામણ શરૂ થઈ હતી
શનિવારે અથડામણ શરૂ થઈ હતી પરંતુ સાંજે ઓપરેશનને સ્થગિત રાખવામાં આવ્યું હતું, પરંતુ આજે સવારથી ફરી અથડામણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ સેના પર કર્યો ગ્રેનેડ હુમલો, એક જવાન ઘાયલ
સુરક્ષા દળોએ શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી
શનિવારે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરક્ષા દળોએ આપ્યો વળતો જવાબ
સુરક્ષા બળો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. સુરક્ષા દળોએ પણ સામે જવાબી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર