- મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શિવસેના દ્વારા તોડફોડ
- એરપોર્ટ પર 'અદાણી એરપોર્ટ'નું બોર્ડ લગાવવામાં આવતા કાર્યકર્તાઓ રોષે ભરાયા
- હાલમાં અદાણી ગૃપ પાસે દેશના કુલ 7 એરપોર્ટની જવાબદારી
ન્યૂઝ ડેસ્ક : મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરીને એરપોર્ટ પર લગાવવામાં આવેલું 'અદાણી એરપોર્ટ'ના બોર્ડને નુક્સાન પહોંચાડવામાં આવ્યું હતું. આમ કરવા પાછળનું કારણ એ છે કે, અગાઉ આ એરપોર્ટનું નામ 'છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ' હતું. જ્યારબાદ તેના પર 'અદાણી એરપોર્ટ' નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
અદાણી ગૃપ પાસે દેશના 7 એરપોર્ટની જવાબદારી
અદાણી ગૃપ દ્વારા પાછલા કેટલાક વર્ષોમાં એવિએશન સેક્ટરમાં ખૂબ મોટું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના કુલ 7 એરપોર્ટની જવાબદારી હાલ તેમની પાસે છે. જુલાઈ મહિનામાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણ રીતે અદાણી ગૃપને સોંપવામાં આવી છે. ખુદ ગૌતમ અદાણીએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી.