- શિવપાલ યાદવ સાથે મળીને ચૂંટણી લડશે અખિલેશ
- શિવપાલ ઘણા સમયથી ગઠબંધન કરવાનો કરી રહ્યા હતા પ્રયત્ન
- કાકા-ભત્રીજા વચ્ચે ઘણા સમયથી હતી રાજકીય દુશ્મનાવટ
લખનૌ: સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અધ્યક્ષ અખિલેશ (Akhilesh Yadav) યાદવે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections)માં તે પોતાના કાકા શિવપાલ યાદવ (Shivpal Singh Yadav)ની સાથે મળીને ચૂંટણી લડશે. આ દિવાળી પર કાકા શિવપાલ યાદવને મોટી ભેટ માનવામાં આવી રહ્યા છે, કેમકે શિવપાલ સપાની સાથે ગઠબંધન કરવા માટે ઘણા સમયથી લાગ્યા હતા અને સતત નિવેદન આપી રહ્યા હતા.
અખિલેશ યાદવે ગઠબંધનનું કર્યું એલાન
થોડાક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે, તેમણે પોતાના તરફથી તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે. હવે જવાબ અખિલેશ તરફથી આવવાનો છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજ પાર્ટી અને બીજી નાની પાર્ટીઓની સાથે ચૂંટણી ગંઠબંધન કરશે. યુપીમાં ગત વિધાનસભા ચૂંટણીના સમયે કાકા-ભત્રીજાની વચ્ચે રાજકીય દુશ્મનાવટ ચાલી રહી હતી.
દિવાળી પહેલા જ ગઠબંધનની જાહેરાત કરીને અખિલેશે ચોંકાવ્યા
માનવામાં આવી રહ્યું હતું કે, આ મુલાયમ સિંહ યાદવના જન્મદિવસના દિવસે જ ખતમ થઈ શકે છે, પરંતુ અખિલેશ યાદવે દિવાળી પહેલા જ ગઠબંધનની જાહેરાત કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. 22 નવેમ્બરના મુલાયમ સિંહનો જન્મદિવસ છે. 2 દિવસ પહેલા જ શિવપાલ સિંહે નિવેદન આપ્યું હતું કે, યુપી ચૂંટણીમાં જો તેમનું SP સાથે ચૂંટણી ગઠબંધન નથી થતું તો મુલાયમ સિંહ તેમની પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે.
આ પણ વાંચો: Corona Vaccination : વડાપ્રધાન મોદીને કહ્યું - "દરેક શહેર માટે અલગ વ્યૂહરચના બનાવો"
આ પણ વાંચો: કાળા જાદુએ 11 વર્ષની બાળકીનો જીવ લીધો: પિતા અને ઈમામની ધરપકડ