મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં ફરી એક વાર રાજરકારણ ગરમાયુ છે અને ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ (Mp Sanjay Raut Statement) વધી ગઈ છે. શિવસેના મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો સુરતની એક હોટલમાં આવ્યા હોવાની વાત સામે (Eknath Shinde Dispute With Uddhav Thackeray) આવી છે. આ સમગ્ર ઘટના બાદ સંજય રાઉતનુ નિવેદન સામે આવ્યુ છે.કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું જ ષડયંત્ર છે અને શિવસેનાથી નારાજ નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સી.આર.પાટીલે જ કરી છે.
એકનાથ શિંદેનો હાલ સંપર્ક થઈ શકતો નથી: સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાના કેટલાક ધારાસભ્યો અને એકનાથ શિંદેનો હાલ સંપર્ક થઈ શકતો નથી. મહાવિકાસ આઘાડીની સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપે યાદ રાખવું પડશે કે, મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ઘણું અલગ છે. રાઉતે કહ્યું કે, અમને નથી લાગતું કે મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો છે.
આ પણ વાંચો: પાટીલ અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક, શિવસેનાના ધારાસભ્યો પાટીલને મળી શકે છે
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને: એકનાથ શિંદે તેમના સાથી ધારાસભ્યોને ગુજરાતમાં સુરત લઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને છે. જેના કારણે શિવસેનામાં જૂથબંધી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ-મધ્યપ્રદેશની પેટર્ન ચાલશે નહીં. મહારાષ્ટ્રમાં આ ક્યારેય સહન કરવામાં આવશે નહીં. શિવસેના પીઠમાં ખંજર લઈને જન્મી નથી. આથી કોઈ ભૂકંપ નહીં આવે, એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું.
આ પણ વાંચો: 10 કિમીની કપરી મુસાફરી ભણતરમાં ક્યારેય આડે ન આવી, ધો-10માં આવ્યો અવ્વલ
એકનાથ શિંદે અમારા આજીવન સાથીદાર: શિવસેનાના ધારાસભ્યો ગુજરાત ગયા છે. પરંતુ અમે તે ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા નથી. તેમણે કહ્યું કે, તેને ખબર નથી કે તેઓ તેને અહીં શા માટે લાવ્યા છે. એકનાથ શિંદે અમારા આજીવન સાથીદાર છે. જ્યાં સુધી તેમનો સંપર્ક કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ આ અંગે વાત કરશે નહીં.
સીએમ ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં: મળતી માહિતી મુજબ સંજય રાઉત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષની મીટિંગમાં ભાગ લેવા દિલ્હી જવાના હતા પણ તેમને દિલ્હી જવાનુ બંંધ રાખ્યુ છે. બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં છે. તેમણે બપોરે 12 વાગે ગઠબંધનની બેઠક બોલાવી છે. આ દરમિયાન કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો દિલ્હી બોલાવી લીધા છે.નોંધનીય છે કે, કાલે MLC ચૂંટણીમાં શિવસેનાના અમુક ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે તેના કારણે પણ પાર્ટીને નુકસાન થયું છે.
શિવસેનામાં નારાજગીનો માહોલ: મહારાષ્ટ્રની MLCની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુસ્સે થયેલ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો જણાવ્યા પ્રમાણે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 20થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે સુરત આવી પહોંચ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.