ETV Bharat / bharat

શિરોમણિ અકાલીદળના (SAD) નેતાઓ અને કાર્યકરોએ પંજાબ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું - અકાલી દળ વિરોધ

પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ શિરોમણી અકાલી દળે આજે ચંદીગઢમાં મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયાં હતાં. પોલીસે તેમને કસ્ટડીમાં લીધાં છે.

શિરોમણિ અકાલીદળના (SAD) નેતાઓ અને કાર્યકરોએ પંજાબ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું

author img

By

Published : Jun 15, 2021, 6:15 PM IST

  • પંજાબના મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની બહાર વિરોધ
  • શિરોમણિ અકાલી દળના નેતાઓ કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • પક્ષના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલની ધરપકડ

ચંડીગઢઃ રસીકરણ અને ફતેહ કિટ કૌભાંડ મામલે પંજાબના વિરોધી પક્ષ શિરોમણિ અકાલી દળ (SAD) એ કેપ્ટન અમરિંદર સિંહની સરકાર સામે મોરચો ખોલ્યો છે. પક્ષના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલની આગેવાનીમાં અકાલી દળના નેતાઓ અને કાર્યકરોએ મંગળવારે ચંદીગઢમાં મુખ્યપ્રધાન અમરિંદરસિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સીએમ નિવાસના સુરક્ષાઘેરાને તોડવાનો પ્રયાસ

સીએમ નિવાસની બહાર વિરોધ કરી રહેલા અકાલી દળના સેંકડો કાર્યકરોને રોકવા પોલીસે વોટરકેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન અકાલી દળના કાર્યકરોએ સુરક્ષા ઘેરાનો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.સીએમ આવાસ તરફ આગળ વધી રહેલા શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંઘ બાદલને પંજાબ પોલીસે પકડી લીધાં હતાં અને ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે

કેપ્ટન સરકારમાં મોટા મોટા કૌભાંડોનો આક્ષેપ

ધરપકડ બાદ બાદલે જણાવ્યું હતું કે જો કોઈ વાવાઝોડું આવશે તો કેપ્ટન તેને રોકી શકશે નહીં. પછી ભલેને તે પોતાની બધી શક્તિ લગાવી દે. કેપ્ટન સરકારમાં રસીકરણમાં કૌભાંડ, ફતેહ કિટમાં કૌભાંડ અને એસસી શિષ્યવૃત્તિમાં કૌભાંડ કર્યાં છે અને ખેડૂતોની જમીન લઇ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર નેતાઓ દોડ્યા દિલ્હી, જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.