મુંબઈઃ છેલ્લા સત્રમાં જોરદાર વધારા બાદ શેરબજાર બીજા દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 303 પોઈન્ટના ઉછાળા સાથે 69,081 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.26 ટકાના વધારા સાથે 20,741 પર ખુલ્યો હતો. છેલ્લા સત્રમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સ્થાનિક શેરબજારો મંગળવારે રાહતનો શ્વાસ લઈ શકે છે. સવારે ગિફ્ટ નિફ્ટી 22 પોઈન્ટ વધીને 20,821ની સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે, એશિયા-પેસિફિક બજારોમાં ઘટાડો થયો કારણ કે રોકાણકારોએ સમગ્ર ક્ષેત્રના આર્થિક ડેટાનું મૂલ્યાંકન કર્યું હતું.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.1 ટકા ઘટ્યો હતો, જ્યારે મેઇનલેન્ડ ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.56 ટકા ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ હતો.
સોમવારના બજારની સ્થિતિ : BSE પર સેન્સેક્સ 1331 પોઈન્ટના ઉછાળા સાથે 68,852 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 2.06 ટકાના વધારા સાથે 20,684 પર બંધ થયો હતો. તે જ સમયે, BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી રૂપિયા 5.67 લાખ કરોડ વધીને રૂપિયા 343.35 લાખ કરોડ થઈ છે. આઈશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, બીપીસીએલ માર્કેટમાં ટોપ ગેનર્સની યાદીમાં હતા. તે જ સમયે, એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા, એચસીએલ ટેક, ટીસીએસમાં ઘટાડા સાથે કારોબાર થયો છે.
આજે બજાર નવી બજાર ઉંચાઈએ પહોંચ્યું છે. ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટી ફાર્મા અને મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.