મુંબઈઃ આજે શેર બજારમાં પ્રાઈવેટ બેન્ક, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, એફએમસીજી, ઓટોમોબાઈલ, હેલ્થકેર જેવા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફટી અને ફાઈનાન્સિયલ સર્વિસ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 40,000ને પારઃ બજાર નિષ્ણાંતો માને છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી ધીમી પડશે નહીં અને તેજીમાં આજે એટલે કે 5 સપ્ટેમ્બરે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ પ્રથમવાર 40,000ને પાર કરી ગયો છે.આ ઈન્ડેક્સના 15માંથી 13 સત્રોમાં વધારો જોવા મળ્યો છે. તેથી આ ઈન્ડેક્સમાં 6થી 8.4 ટકા સુધીનો વધારો નોંધાયો છે. અત્યાર સુધી કરવામાં આવેલી જોરદાર ખરીદીને કારણે ઘણા સારા શેરોની કિંમત વધી છે. તેથી જ રોકાણકારો દ્વારા અગાઉ અવગણવામાં આવેલા શેરો મોંઘા થઈ ગયા છે.
મિડકેપ શેરઃ આજે જુબિલન્ટ ફૂડ્સ, આદિત્ય બિરલા ફેશન, અરબિંદો ફાર્મા, આઈડીબીઆઈ બેન્ક જેવા મિડકેપ શેરમાં 4થી 9 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે મધરસન સુમી, ડેલ્હીવેરી, એસજેવીએન, ટોરેન્ટ પાવર અને 3 એમ ઈન્ડિયા જેવા મિડકેપ શેરમાં 1થી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સ્મોલકેપ શેરઃ ડિશ ટીવી,સરલા પર્ફોમેન, એસટીસી ઈન્ડિયા, એમએસટીસી ઈન્ડિયા, 3 આઈ ઈન્ફોટેકમાં 14થી 20 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે મગધ શુગર, મન ઈન્ડસ્ટ્રીઝ, ઈન્દ્રપ્રસ્થ, બાલાજી ટેલિફિલ્મ્સ, ઓસવાલ ગ્રીન ટેક જેવા સ્મોલકેપ શેરમાં 4થી 8નો ઘટાડો નોંધાયો હતો.
ટોપ ગેઈનર શેર: BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા એટલે કે ટોપ ગેઈનર શેરમાં સન ફાર્મા-1,131.80 (2.09 %), ટાઈટન કંપની-3,138.55 (1.27 %), આઈટીસી-443.05 (1.26 %), બજાજ ફાયનાન્સ-7,344.95 (1.06 %) અને નેસ્લે-21,950(0.98 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર: સૌથી વધુ ગગડેલા એટલે કે ટોપ લૂઝર શેરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ-8,455 (-1.46 %), મારુતિ સુઝુકી-10,266.30 (-0.93 %), એચડીએફસી બેન્ક 1,575.10 (-0.57 %), એનટીપીસી-234.60 (-0.53 %)અને વિપ્રો-431.50 (-0.53 %)નો સમાવેશ થાય છે.