મુંબઈઃ અઠવાડિયાના પહેલા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું છે. બંને ઈન્ડેક્સ કોઈ નોંધનીય મૂવમેન્ટ સાથે ખુલ્યા નથી. સોમવાર સવારે સેન્સેક્સ 30 પોઈન્ટના ઘટાડા સાથે 65,758 પર અને નિફ્ટી 0.0071 ટકાના ઘટાડા સાથે 17,730 પર ખુલ્યા છે. આજે શેરબજારમાં સિપ્લા, રાઈટ્સ, એનસીસીસી ફોકસમાં રહેવાનું અનુમાન છે. મેઈન બેન્ચમાર્ક ઈન્ડેક્સની સોમવાર સવારે ધીમી શરુઆત જોવા મળી હતી. શરુઆતના વેપારમાં એક્સિસ બીકે, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. બીએસઈના મિડ કેપ ઈન્ડેક્સ 0.3 ટકા વધ્યો જ્યારે સ્મોલ કેપ 0.6 ટકા વધ્યો છે. બીએસઈના મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઈન્ડેક્સ પ્લસમાં ખુલ્યા છે જ્યારે સેન્સેકસ અને નિફ્ટી ફ્લેટ ખુલ્યા છે. ઈન્ડેક્સના આ રીતે ખુલવાથી શેર બજારમાં અત્યારે રોકાણકારો આડેધડ અને ઝડપી સોદા કરવાને બદલે શાંતિથી વિવેકપૂર્વક સોદા કરી રહ્યા છે. માર્કેટ બહુ મૂવમેન્ટ વિના શાંતિથી પોતાની ગતિ પર ચાલી રહ્યું છે. મધ્યાહન બાદ કદાચ મોટા ઉતાર ચઢાવ આવી શકે છે.
શુક્રવારનું માર્કેટ એનાલિસીસઃ ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે તા. 17 નવેમ્બર 2023, શુક્રવારના રોજ વેચવાલીના દબાણને લીધે ઈક્વિટી બેન્ચમાર્ક ઘટાડા સાથે બંધ થયો હતો. શુક્રવારે બજાર રેડઝોનમાં બંધ થયું હતું. બીએસઈનો સેન્સેક્સ 233 પોઈન્ટના ઘટાડા સાથે 65,748.67 પર બંધ થયો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 19,731.80 પર બંધ થયો હતો. શેરબજારના ટોપ ગેનર લિસ્ટમાં એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, અપોલો હોસ્પિટલ અને એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે. જ્યારે એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઓએનજીસી, બીપીસીએલ ટોપ લૂઝર લિસ્ટમાં હાજરી નોંધાવી હતી. અઠવાડિયાના છેલ્લા દિવસે ભારતીય રેલવે સાથે સંકળાયેલ દરેક શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.