ETV Bharat / bharat

Share Market Opening Bell: આજે મહિનાના છેલ્લા ગુરુવારે F&Oના દબાણ વચ્ચે સેન્સેક્સ 65,875 અને નિફ્ટી 19,634 પોઈન્ટ પર ખુલ્યો - નિફટી

બીએસઈ સેન્સેક્સ 243.47 પોઈન્ટ ઘટીને 65,875.22 પર ખુલ્યો છે જ્યારે એનએસઈ નિફ્ટી 81.65 પોઈન્ટ ઘટીને 19,34 પર ખુલ્યો છે. આમ, માર્કેટની શરૂઆત માઈનસથી થઈ છે. આજે મહિનાનો છેલ્લો ગુરૂવાર હોવાથી F&O સેક્ટરની અસર પણ માર્કેટ પર જોવા મળી રહી છે.

આજે મહિનાના છેલ્લા ગુરુવારે F&Oની અસર દિવસ દરમિયાન જોવા મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 12:36 PM IST

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે મહિનાના છેલ્લા ગુરૂવારે ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ જોવા મળી છે. બંને સૂચકાંક માઈનસમાં ખુલ્યા છે. બજારની શરૂઆત રેડ સેક્ટરમાં થતા રોકાણકારો નિરાશ થયા છે. જો કે ઈન્ટ્રાડે કરવાવાળાઓએ બજારની શરૂઆતમાં સેલ ટૂડે અને બાય ટુમોરો થકી થોડો પ્રોફિટ બૂક કરી લીધો હતો. સવારે સેન્સેક્સ 65,875 અને નિફટી 19634 પર ખુલ્યા છે. નિષ્ણાતોના મતે કંપનીઓના ઉત્તમ દેખાવો અને ત્રિમાસિક પરિણામોમાં હકારાત્મકતાને પગલે માઈનસમાં ખુલેલું શેરબજાર રોકાણકારોને પ્રોફિટ કરાવશે.

ગઈકાલનો પ્રભાવઃ ગઈકાલે શેરબજારમાં બીએસઈ સેન્સેક્સ 78 પોઈન્ટના ઘટાડા સાથે 65,945 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 51 પોઈન્ટ વધીને 19,716 પર બંધ રહ્યો હતો. આમ ગઈકાલે આખો દિવસ શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આ ગઈકાલની મૂવમેન્ટનો લાભ આજે રોકાણકારોને મળવાની શક્યતાનો નિષ્ણાતો જોઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની પોઝિટિવ મૂવમેન્ટ પણ આજના બજારને અસર કરશે.

બેન્ક નિફ્ટીની મૂવમેન્ટઃ ઉલ્લેખનીય છે કે ગઈકાલે બેન્ક નિફ્ટી 35 પોઈન્ટ ઘટીને 44,588 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં સત્વરે રિવર્સલ આવી શકે છે. નિફ્ટી ટ્રેડ 19500-19600ના પુટમાં થઈ રહ્યો છે. સામાન્ય નિફ્ટી છેલ્લા 9 દિવસથી નબળો દેખાવ કરતો હતો.જ્યારે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે 1000 અંકની તેજી માત્ર બે અઠવાડિયામાં જ સ્પર્શી હતી. તેથી થોડું કંસોલિડેશન આવવાની પણ સંભાવના વર્તાઈ રહી છે. નિફ્ટીમાં 20,000ના લેવલ પર મહત્વનો સપોર્ટ બતાવી રહી છે.

વૈશ્વિક બજારના સંકેતઃ ભારતીય શેરબજાર પર વૈશ્વિક બજારની મજબૂત અસર જોવા મળે છે. વૈશ્વિક બજારો ગ્રીન સેક્ટરમાં હોવાથી ભારતીય શેરબજાર દિવસ દરમિયાન ઉપર આવે તેની શક્યતાઓ જોવાઈ રહી છે. એશિયન તેમજ અમેરિકન વાયદા બજારોમાં ખરીદીના અહેવાલને પગલે બુધવારે ભારતીય શેરબજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જો કે આજે ભારતીય શેરબજારમાં મહિનાનો છેલ્લો ગુરૂવાર હોવાથી F&O સેક્ટરની વ્યાપક અસર બંને ઈન્ડેક્સ પર જોવા મળવાની શક્યતાઓ છે.

  1. Share Market Opening Bell: શેરબજારમાં ફરી ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 70 પર ચઢ્યો, નિફ્ટી 19780ને પાર
  2. Stock Market Update : બે દિવસ બાદ બજાર ફરી ઊંચકાયું, BSE Sensex 66,118 ના મથાળે બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.