શાહજહાંપુરઃ મીરાનપુર રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેનનું (Shahjahanpur Ganga Sutlej Express) એન્જિન ચાલતી ટ્રેનથી અલગ (Engine of Ganga Sutlej Express separated from coach) થઈ ગયું હતું. એન્જિન ટ્રેનથી અલગ થઈને 1 કિલોમીટર આગળ વધ્યું હતું. જેના કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટના એન્જિન અને ટ્રેનના કપલિંગ અલગ થવાના કારણે થઈ છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે.
ટ્રેનનું એન્જિન ચાલતી ટ્રેનથી થઈ ગયું અલગ : ગંગા સતલજ એક્સપ્રેસ બરેલીથી શાહજહાંપુર તરફ જઈ રહી હતી. મીરાનપુર કટરા રેલ્વે સ્ટેશનને પાર કરતાની સાથે જ, સોમવારે સવારે લગભગ 8 વાગ્યે, ટ્રેનનું એન્જિન અચાનક બાકીના કોચથી અલગ થઈ ગયું હતું. એક કિલોમીટર આગળ ગયું હતું. જેના કારણે ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ગંગા સતલજ એક્સપ્રેસ એક કલાક પડી હતી મોડી : ટ્રેન ઉભી થતાં પ્રવાસીઓ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. બાદમાં એન્જિન પાછું આવ્યું હતું. કોઈક રીતે એન્જિનને જોડીને ટ્રેનને શાહજહાંપુર રેલવે સ્ટેશન પર લાવવામાં આવી હતી. અહીં કપલિંગ ફિક્સ કર્યા બાદ ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી. આ દરમિયાન ગંગા સતલજ એક્સપ્રેસ એક કલાક મોડી પડી હતી.