મુંબઈ : શાહરૂખ ખાન સ્ટારર 'ડંકી' આ વર્ષની તેની છેલ્લી બે બ્લોકબસ્ટર ફિલ્મો 'પઠાણ' અને 'જવાન' કરતાં થિયેટરોમાં ઓછું પ્રદર્શન કરી રહી છે, જો કે, રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી' ભારતમાં બોક્સ ઓફિસ પર સરેરાશ ટ્રેન્ડમાં છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, 'ડંકી'એ ત્રીજા દિવસે તેના કલેક્શનમાં સારો ઉછાળો નોંધાવ્યો છે.
દિવસ પ્રમાણે કલેક્શન : પ્રારંભિક અનુમાન મુજબ, શાહરૂખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ અભિનીત આ સોશિયલ ડ્રામા તેના ત્રીજા દિવસે 25.75 થી 26.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેનાથી આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહના અંતે કલેક્શન રૂપિયા 75 કરોડનું છે. કિંગ ખાનની ફિલ્મે રિલીઝના બીજા દિવસે 20.15 કરોડ રૂપિયાની કમાણી કરીને ત્રિજા દિવસે 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
100 કરોડની કલ્બમાં પ્રવેશ મેળવશે : નિર્માતાઓને ક્રિસમસ વીકએન્ડ પર 'ડંકી'ના કલેક્શનમાં મોટો ઉછાળો આવવાની આશા છે. અનુમાનિત અહેવાલો અનુસાર, 'ડંકી' રવિવારે 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો આ આંકડો સાચો નીકળશે તો ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ પછી ફિલ્મ સોમવારે ક્રિસમસની રજાઓનો લાભ લેશે. જોકે, આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
સાલારને ટક્કર આપવા ડંકિ તૈયારીમાં : રૂપિયા 200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે, 'ડંકી'ને મંગળવારથી શુક્રવાર સુધીના તેના કલેક્શનમાં ઝડપ વધારવાની જરૂર છે. ફિલ્મના આંકડાઓની ખરી કસોટી મંગળવારે ફિલ્મ ડબલ ડિજિટમાં ઓપનિંગ સાથે શરૂ થશે. જો કે આ ફિલ્મ એક ભાષામાં રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મ પ્રભાસની ફિલ્મ 'સાલાર'ને ટક્કર આપી રહી છે.