ETV Bharat / bharat

અમિત શાહે કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને આતંકવાદને રોકવાના પગલાંઓની કરી સમીક્ષા - CRPFની 50 કંપનીઓ

કાશ્મીર (Jammu And Kashmir)માં ઑક્ટોબર મહિનામાં 11 સામાન્ય નાગરિકોની હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાક્રમ બાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) કાશ્મીરના પ્રવાસે પહોંચી ગયા છે. શાહે સુરક્ષા સ્થિતિ અને આતંકવાદ (Security Situation And Terrorism)ને પહોંચી વળવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી.

અમિત શાહે કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અને આતંકવાદને રોકવાના પગલાંઓની કરી સમીક્ષા

author img

By

Published : Oct 23, 2021, 4:39 PM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતે
  • ઑક્ટોબરમાં કાશ્મીરમાં 11 નાગરિકોને આતંકવાદીઓએ ઉતાર્યા મોતને ઘાટ
  • કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે CRPFની વધુ 50 કંપનીઓ ઉતારવામાં આવી

શ્રીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) કાશ્મીર ખીણ (Jammu And Kashmir)માં સામાન્ય નાગરિકો ખાસ કરીને બિન-સ્થાનિક શ્રમિકો અને લઘુમતીઓ પર વધેલા હુમલાઓને જોતા શનિવારના ખીણમાં સુરક્ષા સ્થિતિ અને આતંકવાદને પહોંચી વળવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી. અધિકારીઓએ જણાવ્યું છે કે, અહીં રાજભવનમાં થયેલી બેઠકમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ (Monitoring The Security Situation) કર્યું.

આતંકવાદનો સફાયો કરવા ઉઠાવેલા પગલાંઓની જાણકારી આપવામાં આવી

આ બેઠકમાં ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા વહીવટીતંત્રના ટોચના અધિકારી અને સેના, CRPF, પોલીસ તથા અન્ય એજન્સીઓના વરિષ્ઠ સુરક્ષા અધિકારી પણ સામેલ થયા. તેમણે જણાવ્યું કે, ગૃહપ્રધાનને જમ્મુ-કાશ્મીરથી આતંકવાદનો સફાયો કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં અને સેના દ્વારા ઘૂસણખોરી રોકવા માટે કરવામાં આવેલા ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી.

કલમ 370 હટાવ્યા બાદ શાહની પહેલી કાશ્મીર યાત્રા

ખીણમાં આ ઑક્ટોબર મહિનામાં 11 સામાન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી. ત્યારે ગૃહપ્રધાન કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. માર્યા ગયેલા લોકોમાં 5 બિહારના શ્રમિક હતા, જ્યારે 2 શિક્ષકો સહિત 3 લોકો કાશ્મીરના લઘુમતી સમુદાયના હતા. 5 ઑગષ્ટ 2019ના કલમ 370ની મોટાભાગની જોગવાઇઓ નિષ્ક્રિય કરવા અને જમ્મુ-કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ શાહની આ પહેલી કાશ્મીર યાત્રા છે. શાહની ખીણ મુલાકાતથી પહેલા આખા કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી.

CRPFની વધુ 50 કંપનીઓ કાશ્મીરમાં ઉતારવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું કે, ખીણમાં વધુ સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે ખાસ કરીને અહીં શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, તાજેતરમાં સામાન્ય નાગરિકોની હત્યાને જોતા અર્ધસૈનિક દળોની વધુ 50 કંપનીઓને ખીણમાં તૈનાત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, શ્રીનગરના અનેક વિસ્તારોની સાથે કાશ્મીર ખીણના અનેક ભાગોમાં કેન્દ્રીય અર્ધસૈનિક દળો (CRPF)ના બંકર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમિત શાહ આજથી 3 દિવસ માટે કશ્મીરની મુલાકાતે

આ પણ વાંચો: CM યોગીએ બદલ્યું ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ, હવે અયોધ્યા કેંટના નામે ઓળખાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.