- દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
- IMDએ દેશના અન્ય ઘણા ભાગોમાં વરસાદની ચેતવણી આપી
- કોંકણ અને ગોવામાં દિવસના સમયે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના
નવી દિલ્હી : ઉત્તર ભારતના લોકો આજકાલ સળગતી ગરમીથી પીડિત છે. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીનુંં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચે 17.1 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હી-NCRના લોકો આકરા તડકાથી હેરાન છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department, IMD)એ દેશના અન્ય ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં વાવાઝોડા અને તોફાનની શક્યતા
IMDના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં એટલે કે 15 એપ્રિલ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે 14 અને 15 એપ્રિલની વચ્ચે પશ્ચિમ રાજસ્થાનના જુદા-જુદા ભાગોમાં વાવાઝોડા અને તોફાનની શક્યતા પણ છે.
આ પણ વાંચો : દિલ્હી NCRનું હવામાન બદલાશે, જોરદાર વાવાઝોડાની સંભાવના
કેરળના ભાગોમાં 80 મિલીમીટરી વરસાદની આગાહી કરી
દક્ષિણ ભારતના હવામાનની વાત કરીએ તો, સોમવારે કેરળના જુદા-જુદા ભાગોમાં 80 મિલીમીટરી (MM) વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ઘણા સ્થળોએ પાણી પણ ભરાઈ શકે છે. 15 એપ્રિલ સુધીમાં કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના અન્ય ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ડીસામાં ગરમીનો કેર, સિઝનની સૌથી વધુ ગરમીનો અહેસાસ
સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા-જુદા ભાગોમાં ગરમીની લહેરની સ્થિતિ યથાવત
દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની સંભાવના નથી. જોકે, 11 અને 12 એપ્રિલે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા-જુદા ભાગોમાં ગરમીની લહેરની સ્થિતિ યથાવત છે. દરિયાકાંઠાના પશ્ચિમ ભારતમાં જેમ કે, કોંકણ અને ગોવામાં દિવસના સમયે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.