રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર રુદ્રપ્રયાગથી 6 કિમી દૂર નારકોટા પાસે નિર્માણાધીન (under-construction bridge collapse) પુલનું શટર પલટી ગયું છે. આ અકસ્માતમાં બે મજૂરોના મૃત્યું થયા (Two Died On the Spot) છે. છ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ 6 ઈજાગ્રસ્ત મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં (Rudraprayag Civil Hospital) સારવાર હેતું એડમીટ કરી દેવાયા છે. શટરીંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે પોલીસ તંત્ર અને રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ પણ વાંચોઃ આ આખું ગામ 'તેલ લેવા ગયું', જુઓ વીડિયો
દોડધામ મચી ગઈઃ ઓલ-વેધર રોડ પ્રોજેક્ટ હેઠળના બ્રિજનું શટર તૂટી પડવાના સમાચાર મળતાની સાથે જ રુદ્રપ્રયાગ જિલ્લા મુખ્યાલયમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિત અને એસપી આયુષ અગ્રવાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લાના ઉચ્ચ તંત્રની સાથે SDM અર્પણા ધુંડિયાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અકસ્માત સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો.
બેના મૃત્યુંઃ રૂદ્રપ્રયાગ જિલ્લાના મુખ્ય મથકથી છ કિમીના અંતરે ઋષિકેશ-બદ્રીનાથ હાઈવેના નારકોટા પાસે નિર્માણાધીન પુલનું શટરિંગ પલટી ગયું. બાંધકામના કામમાં 12થી વધુ મજૂરો રોકાયેલા હતા. જેમાંથી આઠ મજૂરો શટરીંગ નીચે દટાયા હતા. આ ઘટના બાદ પોલીસ, SDRF અને DDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. રેસ્ક્યુ દ્વારા પ્રથમ છ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન બે મજૂરો અંદર ફસાઈ ગયા હતા. કાટમાળને દૂર કરવા માટે કટર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આ મજૂરોના મૃત્યું નીપજ્યા હતા.
આ પણ વાંચોઃ ધારીના જીરાની સીમમાં દીપડાએ એક નાની બાળકીને ફાડી ખાધી
ડબલ લેન બ્રિજઃ બદ્રીનાથ નેશનલ હાઈવેના નારકોટામાં આ પુલનું નિર્માણ ઓલ-વેધર વર્ક હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પુલ ડબલ લેન હેઠળ બનાવવામાં આવી રહ્યો છે, જેના પર 64 કરોડનો ખર્ચ થવાનો છે. ઓલવેધર રોડ બન્યા બાદ હાઈવેની હાલત પણ બદતર થઈ ગઈ છે. સર્વત્ર ભૂસ્ખલનને કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ બનેલી ઘટનાએ ઓલ વેધર રોડ પ્રોજેક્ટના કામની ગુણવત્તા અને સલામતીના માપદંડો પણ છતા કર્યા છે.