ETV Bharat / bharat

Tamil Nadu Road Accident: તમિલનાડુમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 મહિલા કચડાઈને મૃત્યુ પામી - કર્ણાટકના ધર્મશાળાએ ગયા હતા તીર્થયાત્રા પર

સોમવારે તમિલનાડુના તિરુપત્તુર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો. જેમાં 7 મહિલાઓ કચડાઈને મૃત્યુ પામી છે. એક અતિઝડપે ચાલતી ટ્રકે માર્ગ પર ઊભી રહેલી વાનને ટક્કર મારી. માર્ગની એક તરફ બેઠેલી મહિલાઓ આ વાનની હડફેટે ચડી હતી. ગમખ્વાર માર્ગ અકસ્માત વિશે વાંચો વિસ્તારપૂર્વક.

તમિલનાડુમાં એક ગમખ્વાર અકસ્માતમાં 7 મહિલા કચડાઈને મૃત્યુ પામી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 1:12 PM IST

તિરુપત્તુર(તમિલનાડુ): સોમવારે તમિલનાડુના તિરુપત્તુર જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો. જેમાં 7 મહિલાઓ કચડાઈને મૃત્યુ પામી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે એક અતિઝડપે આવી રહેલી ટ્રકે ઊભી રહેલી વાનને ટક્કર મારી હતી. જેથી આ વાન ફંગોળાઈ ગઈ. આ ફંગોળાયેલી વાનની હડફેટમાં આવીને મહિલાઓએ જીવ ખોયો. તિરુપત્તુર જિલ્લાની રહેવાસી આ મહિલાઓ કર્ણાટક રાજ્યના પ્રવાસેથી પરત ફરી રહી હતી ત્યારે કાળ તેમને ભરખી ગયો.

તીર્થયાત્રાથી પરત ફરતી વખતે થયો અકસ્માતઃ 8મી સપ્ટેમ્બરે અમ્બુર નજીકના ઓનન્ગુટાઈ ગામના 45 યાત્રીઓ બે વાનમાં કર્ણાટક સ્થિત ધર્મશાળાની યાત્રાએ જવા નીકળ્યા હતા. આજે 11મી સપ્ટેમ્બરે વહેલી સવારે તેમની યાત્રા પૂર્ણ થતાં તેઓ પરત ફરી રહ્યા હતા. બેંગાલુરુ-ચેન્નાઈ નેશનલ હાઈવે પર નેત્રમપલ્લી નજીક ચંદિયુર વિસ્તારમાં એક વાનના ટાયરમાં પંચર પડ્યું. તેથી વાનને રોડની એક તરફ ઊભી રાખવામાં આવી હતી. જેમાંથી યાત્રીઓ બહાર આવી ટાયર બદલાઈ રહે તેની રાહ જોતા હતા.

ઘટનાસ્થળે 7 મહિલાઓના કમકમાટીભર્યા મૃત્યુઃ આ દરમિયાન અતિઝડપે આવી રહેલી એક ટ્રક ઊભેલી વાનને પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાન ફંગોળાઈ ગઈ. ફંગોળાયેલી વાને રાહ જોઈ રહેલા મુસાફરોને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 7 મહિલાઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

10 ઘાયલોના રેસક્યુ કરાયાઃ અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તેમણે 10 લોકોનું રેસ્ક્યુ કર્યુ હતું. આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર પણ ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલોને વેનિયામપડ્ડી, નેત્રામપલ્લી અને તિરુપત્તુર સરકારી હોસ્પિટલમાં સારવારઅર્થે લઈ જવાયા હતા. ત્યાંથી તેમને વધુ સઘન સારવાર માટે વેલોર અને ક્રિષ્નાગીરી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યોઃ પોલીસને ખબર મળતાં જ તે ઘટનાસ્થળે ધસી આવી હતી. પોલીસે મૃતકોનું પંચનામુ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે તિરૂપત્તુર અને વેનિયામપડ્ડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓમાં મીરા, દેવ્યાની, ચેતામલ, દેવકી, સાવિત્રી અન કલાવતિનો સમાવેશ થાય છે. એક મૃતદેહની ઓળખ થઈ શકી નથી જેની તપાસ પોલીસ કરી રહી છે.

  1. Rewa Road Accident : રીવામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ
  2. Ahmedabad Accidents : બાવળા બગોદરા અકસ્માતમાં વધુ બે મોત, ડ્રાઈવર અને એક મહિલાનું મોત, કુલ મૃત્યુંઆક 12 થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.