હુબલી કર્ણાટકના હુબલી જિલ્લામાં કથિત રીતે ઓનલાઈન ગેમ રમીને કરોડો રૂપિયા જીતનાર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું તેના મિત્રોએ અપહરણ (Friends Kidnapped Friend) કરીને 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. કર્ણાટક પોલીસે આ જાણકારી આપી હતી. હુબલીના નેશનલ ટાઉન મંતુરા રોડના રહેવાસી ગરીબ નવાઝ મુલ્લાના અપહરણના સંબંધમાં પોલીસે રાત્રે બેલાગવીથી સાત આરોપીઓની ધરપકડ (Police Arrested Seven Accused) કરી હતી.
આ પણ વાંચો ગૃહપ્રધાનની પુત્રી અપહરણ કેસ: ડૉક્ટર રૂબૈયા સઈદ જમ્મુમાં CBI કોર્ટમાં હાજર
અપહરણકારોએ પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી ધરપકડ કરાયેલા આરોપીઓ હુબલીના રહેવાસી છે, જેમની ઓળખ મહમૂદ આરીફ, ઈમરાન, અબ્દુલ કરીમ, હુસૈન સાબ, ઈમરાન મદારલી, તૌસીફ અને મોહમ્મદ રઝાક તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, 6 ઓગસ્ટે એન્જિનિયરિંગના વિદ્યાર્થી ગરીબ નવાઝ મુલ્લાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગરીબ નવાઝના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અપહરણકર્તાઓએ ગરીબ નવાઝના પિતાને ફોન કરીને એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે તે આ વાત માટે સંમત ન થયો ત્યારે અપહરણકારોએ 15 લાખ રૂપિયાની માંગણી કરી અને જો ખંડણી નહીં આપે તો તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.
ઓનલાઈન કેસિનો ગેમ રમીને કરોડો રૂપિયા જીત્યા શહેરની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ગરીબ નવાઝ અને તેના મિત્ર દિલાવર ઓનલાઈન કેસિનો ગેમ રમીને કરોડો રૂપિયા જીત્યા હતા. દિલાવર તેના મિત્રો સાથે ઘણા પૈસા ખર્ચતો હતો. તેણે ગરીબ નવાઝના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર કરી દીધા અને કહ્યું કે, આટલા પૈસા રાખવામાં તેમને મુશ્કેલી આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ જાણતા આરોપીએ ગરીબ નવાઝના અન્ય મિત્ર મોહમ્મદ આરીફની મદદ લીધી અને ગોકુલ રોડ પર ડેકલાથોન પાસે તેનું અપહરણ કર્યું હતું.
આ પણ વાંચો પૂર્વ આયોજિત હતુ અપહરણ, સગીર છોકરીને બચાવવામાં પોલીસ નિષ્ફળ નિવડી
અપહરણકારોની થઈ ધરપકડ મામલાને ગંભીરતાથી લેતા હુબલી ધારવાડ કમિશનરે આરોપીઓની ધરપકડ કરવા માટે ચાર અલગ-અલગ તપાસ ટીમોની રચના કરી હતી. આ પછી પોલીસની ટીમોએ અપહરણકારોને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. આરોપીઓના મોબાઈલ નેટવર્કને ટ્રેક કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.