ETV Bharat / bharat

રોહતકમાં એલપીજી સિલિન્ડર ફાટ્યો, સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત - Marketing in a Cement Company

હરિયાણાના રોહતકમાં એક દર્દનાક અકસ્માતની ધટના બની છે. એકતા કોલોનીમાં બુધવારે સવારે એલપીજી (lpg cylinder burst in rohtak) સિલિન્ડર ફાટ્યો હતો. બ્લાસ્ટને કારણે કુલ સાત લોકો ઘાયલ થયા છે. તમામને પીજીઆઈના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

રોહતકમાં એલપીજી સિલિન્ડર ફાટ્યો, સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

author img

By

Published : Oct 12, 2022, 7:41 PM IST

હરિયાણામાં આવેલ રોહતક જિલ્લાની એકતા કોલોનીમાં એક ઘરમાં સવારે લગભગ 6.45 વાગ્યે ચા બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો (lpg cylinder burst in rohtak) હોવાની ધટના બની હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિત એક જ પરિવારના કુલ ચાર લોકો દાઝી ગયા હતા. આ સિવાય પાડોશમાં રહેતા અન્ય ત્રણ લોકો પણ બ્લાસ્ટને કારણે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે ઘર સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. નજીકના મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે.

સિલિન્ડર ફાટ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સિમેન્ટ કંપનીમાં માર્કેટિંગનું (Marketing in a Cement Company) કામ કરતો વિશાલ તેના પરિવાર સાથે એકતા કોલોનીમાં રહે છે. આજે જ્યારે તેની પત્ની અનુરાધા સવારે ઉઠીને ચા બનાવવા લાગી ત્યારે સિલિન્ડર (LPG cylinder burst In Rohtak) ફાટ્યો હતો. જેના કારણે વિશાલ, તેની પત્ની, બે પુત્રો રેહાના અને વેહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. એટલું જ નહીં બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે વિશાલનું ઘર આખું બળીને ખાખ થઇ ગયું હતું. જ્યારે આસપાસના મકાનોમાં પણ ઘણું નુકસાન થયું હતું. જેના કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેયની ઉંમર 18 થી 20 વર્ષ જણાવવામાં આવી રહી છે

બાજુના લોકો ઘાયલ નજરોનજર જોનાર સાક્ષીઓ છે તેમણે જણાવ્યા અનુસાર આ ઘટનામાં 16 વર્ષીય પ્રીતિ, 20 વર્ષીય ઉપાસના અને 18 વર્ષીય પાર્થિવ, જેઓ અન્ય મકાનમાં ભાડે રહેતા હતા . તેઓ પણ ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં વિશાલની પત્નીની હાલત નાજુક છે.

ઘર ખંડેરમાં ઘરમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટના (LPG cylinder burst In Rohtak) CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે લગભગ છ વાગ્યે ઘરમાં જોરદાર વિસ્ફોટ થાય છે. તેની સાથે જ ઘરમાંથી જ્વાળાઓ નીકળે છે. માત્ર પાંચ સેકન્ડમાં ઘર ખંડેરમાં ફેરવાઈ જાય છે. ઘટનાની જાણ થતાં શિવાજી કોલોની પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શમશેર સિંહ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારને કવર કરીને કાર્યવાહી શરૂ કરી હતી. એસએચઓ શમશેર સિંહનું કહેવું છે કે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જેના કારણે સાત લોકો ઘાયલ થયા છે, જેમની પીજીઆઈમાં સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.