- કોવિડ-19માં એસ્ટ્રાજેનેકા રસીના પુરાવા મોટા પ્રમાણમાં અસરકારક
- એસ્ટ્રાજેનેકા રસી કોવિડ-19ને રોકવામાં 79 ટકા અસરકારક
- રસી રોગને ગંભીર બનતા અટકાવવામાં 100 ટકા સુધી અસરકારક
નવી દિલ્હી : કોવિડ-19માં એસ્ટ્રાજેનેકા રસીના પુરાવા મોટા પ્રમાણમાં અસરકારક રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયાએ કહ્યું કે, અમેરિકામાં ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં ખુલાસો થયો છે કે, આ રસી કોવિડ -19ને રોકવામાં 79 ટકા અને ગંભીર થતા અટકાવવામાં 100 ટકા સુધી અસરકારક છે.
આ પણ વાંચો : ભારતમાં તૈયાર થયેલી કોવિડ-19 રસીની સ્થિતિ
રસી સલામત અને અસરકારક હોવાની પુષ્ટિ કરવામાં આવી
ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા વિકસિત રસીના ત્રીજા તબક્કાનો અભ્યાસ અમેરિકા, ચિલી અને પેરુમાં કરવામાં આવ્યો હતો. રસી 'સલામત અને અસરકારક' હોવાની પુષ્ટિ ફરીથી કરવામાં આવી હતી.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર 80 ટકા અસરકારક
અગાઉ બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આ રસી બનાવવામાં આવી રહી છે. આ રસી તમામ ઉંમરના લોકો અને સમુદાયોના લોકો પર સમાન રીતે અસરકારક હોવાનું માનવામાં આવતું હતું અને તે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર 80 ટકા અસરકારક હતું.
આ પણ વાંચો : સીરમે માગી કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી, બની પહેલી સ્વદેશી કંપની
તમામ વય અને બેકગ્રાઉન્ડના લોકોને રસી આપવામાં આવે તો કોરના સામે લડી શકાશે
ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને રસીના મુખ્ય તપાસનીશ, ઇંડ્રયૂ પોલાર્ડએ કહ્યું કે, "આ પરિણામ મળવું સારા સમાચાર છે. કારણ કે, તે રસીની અસર દર્શાવે છે." તે ઓક્સફર્ડના ટ્રાયલના પરિણામમાં પણ એટલી જ અસરકારક લાગે છે. તેમણે કહ્યું, 'જો તમામ વય અને બેકગ્રાઉન્ડના લોકોને રસી આપવામાં આવે તો કોવિડ -19 સામે જોમથી લડી શકાય છે.'