ETV Bharat / bharat

Delhi Crime News: મહિલાઓના જાતિય શોષણના આરોપમાં જાતે બની બેઠેલા એક સંતની ધરપકડ કરાઈ - મહિલાઓએ નોંધાવી ફરિયાદ

દિલ્હીના દ્વારકા ખાતે એક યુટ્યૂબર વિનોદ કશ્યપની ધરપકડ દ્વારકા નોર્થ પોલીસે કરી છે. આ વિનોદ કશ્યપ પોતાને સંત ગણાવતો હતો. કશ્યપ વિરુદ્ધ જાતિય શોષણની ફરિયાદ થઈ હતી. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક.

મહિલાઓના જાતિય શોષણના આરોપમાં જાતે બની બેઠેલા એક સંતની ધરપકડ કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 7:19 PM IST

નવી દિલ્હીઃ બુધવારે દ્વારકા નોર્થ પોલીસે 33 વર્ષીય યુટયૂબર વિનોદ કશ્યપની ધરપકડ કરી છે. કશ્યપ વિરુદ્ધ મહિલાઓએ પોતાની મુશ્કેલીઓ દૂર કરવાને બદલે જાતિય શોષણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. વિનોદ કશ્યપ પોતાની જાતને ભગવાનના સમકક્ષ હોય તેવા ઊંચા દરજ્જાનો સંત ગણાવતો હતો. આ સમગ્ર માહિતી દ્વારકાના ડેપ્યુટી પોલીસ કમિશ્નર એમ. હર્ષ વર્ધને પૂરી પાડી છે.

યુટયૂબ ચેનલ પણ છેઃ કાકરોલા વિસ્તારમાં વિનોદ કશ્યપ માતા મસાણી ચોકી દરબાર ચલાવતો હતો. તેની એક યુટયૂબ ચેનલ પણ છે. આ ચેનલના હજારો ફોલોઅર્સ પણ છે. વિનોદ વિરુદ્ધ નોંધાયેલા બંને કેસમાં ફરિયાદીઓએ જણાવ્યું છે કે વિનોદ મહિલાઓના દુઃખ નિવારવા માટે 'ગુરુ સેવા' કરવા માટે કહેતો. તે મહિલાઓનું જાતિય શોષણ કરતો હતો અને આ ઘટના વિશે કોઈને ન કહેવા માટે ધાક ધમકી પણ આપતો હતો.

પોલીસે કરી ધરપકડઃ દ્વારકા નોર્થ પોલીસ સ્ટેશનમાં બની બેઠેલા સંત વિનોદ કશ્યપ વિરુદ્ધ કલમ 376 અને કલમ 506 અંતર્ગત 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. વિનોદ કશ્યપની સત્વરે ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉનો કિસ્સોઃ આ વર્ષે જુલાઈમાં મુંબઈના થાણે જિલ્લામાંથી આવો જ એક 35 વર્ષીય જાતે બની બેઠેલા સંતની ધરપકડ મુંબઈ પોલીસે કરી હતી. આ બગભગત પર પણ મહિલાઓના જાતિય શોષણનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ ઠગ મહિલાઓને તેમના દુઃખ અને પ્રેતાત્માઓથી મુક્ત કરવા માટે જાતિય શોષણ કરતો હતો. 2016થી આ બની બેઠેલો ઠગ મહિલાઓની નબળાઈનો ફાયદો ઉઠાવતો હતો.

  1. Rajkot Crime : રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ત્રણની ધરપકડ
  2. jamnagar crime : કોલેજીયન યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.