નવી દિલ્હી : પાકિસ્તાનથી નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલી સીમા હૈદરનું જીવન ભારત આવતાની સાથે જ બદલાઈ ગયું છે. તેને પહેલા અભિનેત્રી અને હવે નેતા બનવાની ઓફર મળી છે. કેન્દ્ર સરકારમાં નિમણૂંક રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દ્વારા સીમાને તેમની પાર્ટીમાં સામેલ થવા માટે ઓપન ઓફર આપવામાં આવી છે. પાર્ટીના ઉપાધ્યક્ષે ઓફર આપતો એક વિડીયો જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીમાએ આ ઓફર સ્વીકારી લીધી છે. આ પહેલા તે ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ છે.
મોટા પદની ઓફર : ઉપપ્રમુખ માખન કિશોરે કહ્યું કે, પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ સીમા ગુલામ હૈદર વિશે તપાસ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં તેની સામે કોઈ પુરાવા મળ્યા નથી. જો તમામ એજન્સીઓ તેને ક્લીનચીટ આપે તો હું તેને મારી પાર્ટીમાં સામેલ કરવા માંગુ છું. જો સીમા ગુલામ હૈદર ઈચ્છે તો 2024 માં અમારી પાર્ટી તેમને ટિકિટ આપી શકે છે. તેઓએ કહ્યું કે, સીમા એક સારી વક્તા છે. તેમને પાર્ટીમાં પ્રવક્તાનું પદ આપવામાં આવી શકે છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે બીજી વખત કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ પ્રધાન છે.
પ્રેમ ખાતર સીમા વટાવી : સીમા ગુલામ હૈદર પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે. PUBG રમતી વખતે તેણે ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહેતા સચિન મીના સાથે ઓનલાઈન મિત્રતા કરી હતી. આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને સીમા ગુલામ હૈદર પાકિસ્તાનના કરાચીથી વાયા દુબઈ થઈને નેપાળના રસ્તે ભારત પહોંચી હતી. તે નેપાળથી ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી અને ગ્રેટર નોઈડાના રબુપુરા પહોંચી હતી. ભૂતકાળમાં પોલીસે સીમા, પ્રેમી સચિન મીના, તેના પિતા નેત્રપાલ અને સીમાના ચાર બાળકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. કોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો છે. તે હવે ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન મીનાના ઘરે રહે છે.
ફિલ્મની ઓફર : સીમાને પ્રોડ્યુસર અમિત જાનીએ ફિલ્મની ઓફર કરી હતી. બુધવારે અમિત જાની અને તેમની આખી ટીમ રઘુપુરમાં સચિન મીનાના ઘરે પહોંચી અને સમગ્ર પરિવારની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, દરજી કન્હૈયાલાલ સાહુની 2022 માં ઉદયપુરમાં હત્યા કરવામાં આવી હતી. જેની તપાસ NIA ને સોંપવામાં આવી હતી. NIA એ બે પાકિસ્તાની સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમની હત્યા પર બની રહેલી ફિલ્મ ધ ટેલર મર્ડર સ્ટોરીમાં અમિતે સીમાને ભારતીય RAW એજન્ટ બનવાની ભૂમિકા ઓફર કરી હતી. સીમાએ અમિત જાનીની આ ઓફર સ્વીકારી લીધી છે.