ETV Bharat / bharat

Secunderabad-Agartala Express Fire: સિકંદરાબાદ-અગરતલા ટ્રેનમાંથી AC કોચમાં ધુમાડો દેખાતા મુસાફરો નીચે ઉતર્યા - EXPRESS CAUGHT FIRE AT BRAHMAPUR

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ સોમવારે બારગઢમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. બીજી તરફ મંગળવારે બ્રહ્મપુર રેલવે સ્ટેશન પર રોકાયેલી સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

secunderabad-agartala-express-caught-fire-at-brahmapur-railway-station

author img

By

Published : Jun 6, 2023, 6:25 PM IST

બેરહામપુર: ઓડિશાના બેરહામપુરમાં મંગળવારે સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાના સમાચાર છે. ટ્રેનના પાંચ કોચમાં આગ લાગી હોવાના અહેવાલ છે. ટ્રેનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ લોકો એટલા ડરી ગયા છે કે એસી કોચમાંથી ધુમાડો નીકળતો જોઈને તમામ મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે B-5 AC કોચના ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનમાંથી ધુમાડો નીકળ્યો હતો.

મળતી માહિતી મુજબ આજે બપોરે સિકંદરાબાદથી અગરતલા જતી એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ધુમાડો જોવા મળ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન બ્રહ્મપુર રેલવે સ્ટેશન પહોંચી. ટ્રેનના બી-5 કોચમાંથી ધુમાડો નીકળતો જોઈને તમામ મુસાફરો ડરી ગયા અને બહાર આવવા લાગ્યા. બાદમાં રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. તે જ સમયે, મુસાફરો તરત જ ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને કોચ બદલવાની માંગ કરી.

'બ્રહ્મપુર સ્ટેશન પાસે ટ્રેન નંબર- 07030 સિકંદરાબાદ-અગરતલા એક્સપ્રેસના કોચ નંબર B-5માં નાની વિદ્યુત સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફરજ પરના સ્ટાફે તરત જ સમસ્યાને સુધારી લીધી.' -ઇસ્ટ કોસ્ટ રેલ્વે

ઓડિશામાં રેલ દુર્ઘટનાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. એક તરફ કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માતનું દ્રશ્ય લોકોના મગજમાંથી હટ્યું ન હતું કે સોમવારે બારગઢમાં માલગાડી પાટા પરથી ઉતરી જવાના સમાચાર મળ્યા. ભાટલી સાંબરધારા પાસે ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ, હાવડા જતી SMVP-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડી બહંગા બજાર રેલ્વે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 275 લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

  1. Odisha Train Accident : 10-સદસ્યની CBI ટીમ તપાસ માટે ઘટના સ્થળ પર પહોંચી
  2. Odisha Train Tragedy: સીએમ મમતા બેનર્જી ઇજાગ્રસ્તોને મળવા માટે ભુવનેશ્વરની હોસ્પિટલમાં પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.