ગાઝિયાબાદ : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગાઝામાં ફસાયેલા નાગરિકો માટે ભારત તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ત્યારે ભારતીય વાયુસેનાનું (IAF) બીજું C17 એરક્રાફ્ટ રવિવારના રોજ ગાઝામાં ફસાયેલા નાગરિકો માટે 32 ટન સહાય સામગ્રી લઈને ઇજિપ્તના અલ-અરિશ એરપોર્ટ માટે રવાના થયું છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે ગાઝાના નાગરીકોને માનવતાવાદી સહાયતા માટે ભારતની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી.
ભારત દ્વારા ગાઝામાં સહાય : વિદેશપ્રધાન એસ. જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે, અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખીશું. ભારતીય વાયુસેનાનું બીજું વિમાન 32 ટન સહાય સામગ્રી લઈને ઈજિપ્તના અલ-અરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું છે.
C17 એરક્રાફ્ટ ઈજિપ્ત જવા રવાના : આ અગાઉ ભારત દ્વારા ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી દળો દ્વારા ચાલી રહેલા હુમલામાં ફસાયેલા નાગરિકો માટે 38 ટન માનવતાવાદી રાહત મોકલી હતી. આ સહાય પેકેજમાં પ્રવાહી અને પેઈનકિલર્સનો સમાવેશ થાય છે. આ 32 ટન વજન ધરાવતી આપત્તિ રાહત સામગ્રીમાં અન્ય વસ્તુઓ સિવાય ટેંટ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, મૂળભૂત સ્વચ્છતા ઉપયોગિતાઓ અને પાણી શુદ્ધિકરણની ટેબ્લેટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.
-
We continue to deliver humanitarian assistance to the people of Palestine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Second @IAF_MCC C17 aircraft carrying 32 tonnes of aid departs for the El-Arish Airport in Egypt. pic.twitter.com/bNJ2EOJPaW
">We continue to deliver humanitarian assistance to the people of Palestine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2023
Second @IAF_MCC C17 aircraft carrying 32 tonnes of aid departs for the El-Arish Airport in Egypt. pic.twitter.com/bNJ2EOJPaWWe continue to deliver humanitarian assistance to the people of Palestine.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2023
Second @IAF_MCC C17 aircraft carrying 32 tonnes of aid departs for the El-Arish Airport in Egypt. pic.twitter.com/bNJ2EOJPaW
તબીબી સહાય : વિદેશ મંત્રાલય (MEA) ના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે, ભારતે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલી ! પેલેસ્ટાઈનના લોકો માટે લગભગ 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ ઇજિપ્તના અલ-અરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું.
ભારત વિદેશ મંત્રાલયની પહેલ : વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તાએ તાજેતરમાં કહ્યું હતું કે, ભારત આ વિસ્તારમાં અસરગ્રસ્ત નાગરિકોને વધુ માનવતાવાદી સહાય મોકલવાની યોજના બનાવી રહ્યું છે. ભારત હંમેશા ગાઝામાં ચાલી રહેલા સૈન્ય કાર્યવાહીમાં નાગરિકોની જાનહાનિ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભારત હંમેશા નાગરિક જાનહાનિ ટાળવા, માનવતાવાદી કાયદાનું પાલન કરવાની અને સંઘર્ષમાં ફસાયેલા લોકોને માનવતાવાદી રાહત આપવાના કોઈપણ પ્રયાસને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.