હૈદરાબાદઃ આજે સમગ્ર વિશ્વમાં વિજ્યાદશમીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. વિજ્યાદશમી એટલે અસત પર સતનો વિજય. આ પવર્ને સત્યના વિજયના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રી રામે રાવણના અન્યાય અને અત્યાચારથી સંસારને મુક્ત કર્યો હતો.
પરમ શિવભક્તઃ રાવણ સાથે અનેક લોકવાયકા અને માન્યતાઓ જોડાયેલી છે. જેમાં તે રાક્ષસોનો રાજા હતો અને અત્યાચારી હતો. જો કે રાવણમાં ખૂબી પણ હોવાનો ઉલ્લેખ છે. રાવણ પરમ જ્ઞાની અને મહાન શિવ ભક્ત હતો. આજે પણ રાવણે રચેલા શિવ સ્તોત્ર વિના શિવપૂજાને અધૂરી માનવામાં આવે છે. આ સ્તોત્ર રાવણ અતિજ્ઞાની હોવાનું પ્રમાણ છે. પ્રભુ શ્રી રામ અને હનુમાન રાવણના ગુણોથી પ્રભાવિત હતા.
-
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing you all a Happy Vijaya Dashami!
">देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Wishing you all a Happy Vijaya Dashami!देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Wishing you all a Happy Vijaya Dashami!
જ્ઞાન માટે તપસ્યાઃ રાવણ જન્મજાત કુશાગ્ર બુદ્ધિ અને જ્ઞાની હતો. તેના પિતા અને દાદા ઋષિકુળના હતા તેથી તેણે બાળપણથી વેદ, પુરાણ અને ઉપનિષદોનું જ્ઞાન મળ્યું હતું. તેણે પોતે પણ અનેક રચનાઓ કરી છે. રાવણે જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ રાવણ સંહિતાની રચના કરી છે. આ ઉપરાંત ઈન્દ્રજાળ, કુમારતંત્ર, પ્રાકૃત લંકેશ્વર, અંક પ્રકાશ, પ્રાકૃત કામધેનુ, નાડી પરીક્ષા, રાવણીયમ, ઋગ્વેદ ભાષ્ય વગેરે ગ્રંથોની રચના કરી છે.
પ્રખર રાજદ્વારીઃ જ્યારે રાવણ અંતિમ શ્વાસ લેતો હતો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણ પાસેથી જ્ઞાનની કેટલીક બાબતો શીખવા માટે મોકલ્યા હતા. જ્યારે લક્ષ્મણ રાવણ પાસે પહોંચ્યા ત્યારે રાવણે કહ્યું કે જ્યારે તમે કોઈની પાસે જ્ઞાન લેવા આવો ત્યારે તેના પગ પાસે બેસો નહિ કે તેના માથા પાસે.
લક્ષ્યને સમર્પિતઃ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર પરિશ્રમ કર્યો. રાત દિવસ એક કરીને તેણે ભગવાન શિવને પ્રિય એવા શિવ તાંડવ સ્તોત્રની રચના કરી. તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા કૈલાશ પર્વતને પણ ઊંચો કરી દીધો હતો.
જબરદસ્ત આત્મવિશ્વાસઃ રામ-રાવણ યુદ્ધ દરમિયાન રાવણે પોતાના ભાઈઓ અને પુત્રોને ગુમાવી દીધા હતા. આ આઘાત હોવા છતા રાવણ પોતાના લક્ષ્યને પૂરુ કરવા જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે યુદ્ધમાં ઉતર્યો.
સંબંધને જાળવવોઃ રાવણે જે સંબંધો બનાવ્યા તે દરેકને જાળવ્યા. બહેનના અપમાનનો બદલો લેવાના પરિણામની ખબર હોવા છતા તેણે પ્રભુ શ્રી રામ સાથે યુદ્ધ કર્યુ.
પોતાના રહસ્યો જાહેર ન કરવાઃ રાવણ પાસેથી શીખવા જેવી બાબતોમાં સૌથી ઉપર આવે છે કે પોતાના ગમે તેટલા વિશ્વાસુ માણસને પોતાના રહસ્યો કદી ન જણાવવા.
શ્રેષ્ઠ રાજવીઃ રાવણ એક મહાન શાસક હતો. તેણે રાક્ષસ જાતિને સંગઠીત કરી. રાક્ષસો માટે દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. દરેકને નિયમ અનુસાર ચાલવા અને નિયમોનું પાલન કરવા માટે શીખ આપી હતી. રાવણના આ અનુશાસનને પરિણામે લંકામાં રાક્ષસો સર્વ સંપન્ન હતા.