ETV Bharat / bharat

સુપ્રીમનો સુવર્ણ નિર્ણય : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આ કેદીઓને મળશે મુક્તિ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ 'આઝાદી કા અમૃત મહોત્સવ'(Azadi ka Amrit Mohotsav )ના સંદર્ભમાં જેલમાં વધું સમયથી સજા ભોગવી રહેલા અંડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવે તે પ્રકારની વિનંતી કરવામાં આવી(SC on Azadi Ka Amrit Mahotsav celebration) છે.

સુપ્રીમનો સુવર્ણ નિર્ણય
સુપ્રીમનો સુવર્ણ નિર્ણય
author img

By

Published : Aug 6, 2022, 4:45 PM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સરકારને 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના સંદર્ભમાં તેમની સજાનો મોટો ભાગ સમય જેલમાં વિતાવનારા અન્ડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવાની સલાહ આપી(SC on Azadi Ka Amrit Mahotsav celebration) છે. કોર્ટે કહ્યું કે, આનાથી જેલોમાં કેદીઓનું દબાણ ઘટશે તેમજ નીચલી અદાલતોમાં પડતર કેસોનું ભારણ પણ ઘટશે. જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેન્ચે દેશની હાઈકોર્ટમાં પેન્ડિંગ અપીલ અને જામીન અરજીઓની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો - આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે લોન્ચ કર્યું 'ભારત કી ઉડાન'

કેદીઓ માટે કોર્ટની ભલામણ - સુનાવણીમાં, કોર્ટે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યાના સંદર્ભમાં કેસોનું વર્ગીકરણ કરવા અને 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો સાથે ચર્ચા કરવા અને કેદીઓની મુક્તિ માટે વર્ગીકરણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ASG કે.એમ નટરાજને સૂચન કર્યું કે, "અમે એવું નથી કહી રહ્યા કે જેણે ગુનો કર્યો છે તેણે જેલમાં રહેવું જોઈએ નહીં."

આ કેદીઓને મળશે મુકિત - લાંબા સમય સુધી ટ્રાયલ અને કોઈને સજા વિના લાંબો સમય જેલના સળિયા પાછળ રાખવો એ કોઇ ઉકેલ નથી. તેમજ પ્રથમ વખત નાના ગુનાના દોષિતોને સારા વર્તનની શરતે છોડી મુકવામાં આવી શકે છે. તેવી જ રીતે, અન્ડરટ્રાયલ કે જેઓ ગુના માટે નિર્ધારિત સજાના એક તૃતીયાંશ કે તેથી વધુ સમય માટે જેલમાં હોય તેમને જામીન પર મુક્ત કરવા જોઈએ.

આ પણ વાંચો - હર ઘર તિરંગા અભિયાનમાં મળશે સર્ટીફીકેટ, આ રીતે થશે ડાઉનલોડ

નિર્દોષને સજાનું વળતર - કોર્ટે કહ્યું કે, જો 10 વર્ષ સુધી કેસની સુનાવણી કર્યા બાદ આરોપી નિર્દોષ છૂટી જાય છે તો તેનું જીવન કોણ પાછું આપશે. જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય કરી શકતા નથી, તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ. કોર્ટે એએસજીને આ સૂચનો અંગે સરકારને જાણ કરવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.