- પાલઘર લિંચિંગ કેસમાં CBI તપાસ કરશે કે નહીં ?
- સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
- ગયા વર્ષે 16 એપ્રિલના રોજ પાલઘરમાં થઈ હતી 2 સાધુઓની લિંચિંગ
નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત આજે મહારાષ્ટ્રમાં પાલઘરમાં 2 સાધુઓ અને તેના ડ્રાઈવરની હત્યાની ઘટનાને CBIને સોંપવાની માગ પર સુનાવણી કરશે. જો કે, રાજ્ય સરકાર સતત આ બાબતનો વિરોધ કરી રહી છે. સરકારનું કહેવું છે કે, પોલીસ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે અને સમગ્ર ઘટનામાં લાપરવાહી કરનાર પોલીસકર્મીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
ગયા વર્ષે 16 એપ્રિલના રોજ પાલઘરમાં થઈ હતી 2 સાધુઓની લિંચિંગ
ગત વર્ષે 16 એપ્રિલે પાલઘરના ગડચિંચલ ગામે બાળક ચોર હોવાની શંકાના આધારે બે સાધુઓ અને તેમના ડ્રાઇવરના ટોળાએ માર માર્યો હતો. તેઓ સુરત જઇ રહ્યા હતા. સાધુઓની લિંચિંગનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેના પર રાજકારણ થયું હતું.