ETV Bharat / bharat

Communal Violence In Tripura: SCએ 2 પત્રકારો પર નોંધાયેલી FIR પરની પોલીસ કાર્યવાહી પર સ્ટે મૂક્યો

સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા (communal violence in Tripura) પરના 2 પત્રકારોના અહેવાલો (two journalist's reports) પર ત્રિપુરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પરની કાર્યવાહી (FIRs registered by Tripura Police) પર રોક લગાવી દીધી છે.

Communal Violence In Tripura: SCએ 2 પત્રકારો પર નોંધાયેલ FIR પરની પોલીસ કાર્યવાહી પર સ્ટે મૂક્યો

author img

By

Published : Dec 8, 2021, 1:33 PM IST

  • ત્રિપુરામાં કથિત ધાર્મિક તોડફોડની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો કેસ
  • SCએ 2 પત્રકારો પર નોંધાયેલ FIR પરની પોલીસ કાર્યવાહી પર સ્ટે મૂક્યો
  • કોર્ટે પોલીસને નોટિસ ફટકારી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા (communal violence in Tripura) અંગેના 2 પત્રકારોના અહેવાલો પર ત્રિપુરા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પરની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે, અને આ સાથે કોર્ટે પોલીસને નોટિસ (FIRs registered by Tripura Police) ફટકારી છે.

રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો પર વિવિધ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો

ત્રિપુરામાં કથિત ધાર્મિક તોડફોડની તાજેતરની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારો પર સાંપ્રદાયિક દ્વેષ ફેલાવવા, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાનિત કરવા અને ગુનાહિત કાવતરું રચવા સાથે સંબંધિત કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા મહિલા પત્રકારોની અટકાયત

ત્રિપુરામાં તાજેતરની હિંસાની ઘટનાઓનું રિપોર્ટિંગ કરતી બે મહિલા પત્રકારોને પોલીસે રવિવારે કસ્ટડીમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુ પરિષદની ફરિયાદ બાદ ત્રિપુરામાં પત્રકાર સમૃદ્ધિ સકુનિયા અને સ્વર્ણ ઝા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ત્રિપુરા પોલીસે બે મહિલા પત્રકારોને કસ્ટડીમાં લીધી છે.

હિંસા મામલે ગૃહમંત્રાલયે આપ્યું હતું નિવેદન

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ત્રિપુરામાં તાજેતરના ભૂતકાળમાં કોઈ મસ્જિદના માળખાને નુકસાન થયું હોવાનો કોઈ કેસ નોંધાયો નથી અને લોકોએ શાંત રહેવું જોઈએ અને આવા નકલી સમાચારોથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. એવા અહેવાલો ફેલાવવામાં આવ્યા છે કે, ત્રિપુરાના ગોમતી જિલ્લાના કાકરાબન વિસ્તારમાં એક મસ્જિદને નુકસાન થયું છે, આ અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કાકરાબનના દરગાબજાર વિસ્તારમાં મસ્જિદને કોઈ નુકસાન થયું નથી અને ગોમતી જિલ્લામાં ત્રિપુરા પોલીસ શાંતિ જાળવવા માટે કામ કરી રહી છે.

બનાવટી સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે

ગૃહ મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રિપુરા વિશેના બનાવટી સમાચારોના આધારે શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી હિંસા અને વાંધાજનક રેટરિકના અહેવાલો આવ્યા છે. તેથી કોઈપણ ભોગે શાંતિ જાળવી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં બનેલી ઘટનાઓના વિરોધમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનોની રેલીઓને પગલે મહારાષ્ટ્રના ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાચો:

ત્રિપુરામાં હિંસા અને પયગંબર મોહમ્મદની નિંદાના વિરોધમાં ઔરંગાબાદ સંપૂર્ણ બંધ, ઉગ્ર દેખાવો

ત્રિપુરામાં હિંસા અને મસ્જિદમાં તોડફોડના અહેવાલો અફવા : ગૃહ મંત્રાલય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.